ઉત્તરપ્રદેશમાં ધર્માતરણ રેકેટની તપાસ કરી રહેલી એન્ટી ટેરરિસ્ટ સ્કવોર્ડને છાંગુર બાબાના ખાસ સહયોગી ઈધુ ઈસ્લામની નાગપુરથી ધરપકડ કરી લીધી છે. આ કાર્યવાહી સ્થાનિક પોલીસની સાથે મહારાષ્ટ્ર અને યુપી ATSની સંયુક્ત ટીમે કરી છે. ઈધુ ઈસ્લામ ધર્માતરફ નેટવર્કમાં ફંડ અને લોજિસ્ટિક્સ મેનેજ કરવામાં મહત્વની ભૂમિકા નિભાવતો હતો.
ઈધુ ઈસ્લામ ઉત્તરપ્રદેશમાં દાખલ ગંભીર કેસમાં વોન્ટેડ હતો
એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ જણાવ્યું કે ઈધુ ઈસ્લામ ઉત્તરપ્રદેશમાં દાખલ ગંભીર કેસમાં વોન્ટેડ હતો. તેની વિરૂદ્ધ ધરપકડ વોરંટ પેન્ડિંગ હતું. ગુપ્ત સુચનાઓના આધાર પર સવારે લગભગ 5 વાગ્યે નાગપુરની પચપાવલી સ્ટેશનના આશી નગરમાં ઓપરેશન ચલાવવામાં આવ્યું. કોઈ પણ પ્રકારના કાયદો-વ્યવસ્થાની સ્થિતિથી બચવા માટે આ કાર્યવાહી ખુબ જ સાવધાનીથી કરવામાં આવી છે.
નાગપુરના આશી નગરની એક સંકરી ગલીમાં પોલીસની ટીમે કોઈ વિરોધ વગર આરોપીને કસ્ટડીમાં લઈ લીધો. ઈધુ ઈસ્લામ છેલ્લા કેટલાક વર્ષોથી ધરપકડથી બચી રહ્યો હતો. તેની તપાસ લાંબા સમયથી કરવામાં આવી રહી હતી અને તાજેત્તરમાં ઈનપુટ મળ્યા બાદ તેને પકડવામાં સફળતા મળી છે. તપાસ એજન્સીઓનું કહેવું છે કે છંગુર બાબાના નાગપુરમાં અગાઉથી જ મજબૂત સંપર્ક હતા.
ગેર-મુસ્લિમ સમુદાયોના લોકોને નિશાનો બનાવવામાં આવ્યા
ત્યારબાદ તેને ધર્માતરણ અને અન્ય ગેરકાયદેસર ગતિવિધિઓ સાથે જોડાયેલું એક સંગઠિત નેટવર્ક ઉભું કર્યું. પોલીસનો આરોપ છે કે આ નેટવર્ક દ્વારા હિન્દુ અને અન્ય ગેર-મુસ્લિમ સમુદાયોના લોકોને નિશાનો બનાવવામાં આવ્યા. આરોપ છે કે ગરીબ મજૂરો, વિધવાઓ અને કમજોર વર્ગના લોકોને આર્થિક પ્રલોભન આપીને કે લગ્નના ષડયંત્રમાં ફસાવીને ધર્માતરણ માટે મજબૂર કરવામાં આવ્યા.
છાંગુર બાબાને ગયા વર્ષે 5 જુલાઈએ યુપીના બલરામપુર જિલ્લાના માધપુર ગામથી ધરપકડ કરવામાં આવી હતી. આ કેસમાં લખનઉંના ગોમતીનગરમાં ભારતીય ન્યાય સંહિતાની કલમ 121A, 153A, 417, 420 અને ઉત્તર પ્રદેશ ગેરકાયદેસર ધર્મ પરિવર્તન પ્રતિબંધ કાયદા હેઠળ કેસ દાખલ કરાયો છે. ઈડી સમગ્ર નેટવર્કમાં મની લોન્ડ્રિંગના એન્ગલથી પણ તપાસ કરી રહી છે.
આ પણ વાંચો: SEBIની મોટી કાર્યવાહી, 12 સંસ્થાઓ પર 5 વર્ષ સુધી ટ્રેડિંગ કરવા માટે મુક્યો પ્રતિબંધ