બજેટ પહેલા સરકારને સારા સમાચાર મળ્યા છે. ડાયરેક્ટ ટેક્સ કલેક્શનમાં નોંધપાત્ર ઉછાળો જોવા મળ્યો છે. સરકારી ડેટા મુજબ ટેક્સ કલેક્શનમાં આશરે 9 ટકાનો વધારો થયો છે. ટેક્સ કલેક્શનમાં આ ઉછાળાનું મુખ્ય કારણ રિફંડમાં નોંધપાત્ર ઘટાડો હોવાનું માનવામાં આવે છે, જેમાં 17 ટકાનો ઘટાડો જોવા મળ્યો છે. સરકારે સોમવારે ટેક્સ કલેક્શનનો ડેટા જાહેર કર્યો, જેમાં 1 એપ્રિલ, 2025થી 11 જાન્યુઆરી, 2026 સુધીના ડેટાનો સમાવેશ થાય છે.
https://twitter.com/IncomeTaxIndia/status/2010702416274952496
ટેક્સ કલેક્શન અંગેનો સરકારી ડેટા
- ઈન્કમટેક્સ વિભાગે સોમવારે જણાવ્યું હતું કે ચાલુ નાણાકીય વર્ષમાં 11 જાન્યુઆરી સુધી ડાયરેક્ટ ટેક્સ કલેક્શનમાં 8.82 ટકાનો વધારો થયો છે અને તે 18.38 લાખ કરોડ રૂપિયાથી વધુ રહ્યો છે.
- આ ડાયરેક્ટ ટેક્સ કલેક્શનમાં રૂપિયા 8.63 લાખ કરોડથી વધુનો નેટ કોર્પોરેટ ટેક્સ કલેક્શન અને વ્યક્તિઓ અને એચયુએફ સહિત બિન-કોર્પોરેટ સંસ્થાઓ પાસેથી રૂપિયા 9.30 લાખ કરોડનો ટેકસ કલેકશનમાં સમાવેશ થાય છે.
- આવકવેરા વિભાગના ડેટા અનુસાર 1 એપ્રિલથી 11 જાન્યુઆરી વચ્ચે સિક્યોરિટી ટ્રાન્ઝેક્શન ટેક્સ (STT) કલેક્શન 44,867 કરોડ રૂપિયા હતું.
- આ દરમિયાન આ સમયગાળા દરમિયાન રિફંડમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો. આવકવેરા વિભાગના જણાવ્યા અનુસાર, રિફંડ 17 ટકા ઘટીને રૂપિયા 3.12 લાખ કરોડ થયું.
- ઈન્કમ ટેક્સ વિભાગના જણાવ્યા મુજબ આ નાણાકીય વર્ષમાં 11 જાન્યુઆરી સુધીમાં કુલ ડાયરેક્ટ ટેક્સ કલેક્શનમાં 4.14 ટકાનો વધારો થયો છે અને તે લગભગ 21.50 લાખ કરોડ રૂપિયા રહ્યો છે.
- ચાલુ નાણાકીય વર્ષ (2025-26)માં સરકારે ડાયરેક્ટ ટેક્સ કલેક્શનનો અંદાજ 25.20 લાખ કરોડ રૂપિયા રાખ્યો છે, જે ગયા વર્ષ કરતા 12.7 ટકા વધુ છે.
- માહિતી અનુસાર સરકાર નાણાકીય વર્ષ 2026માં સિક્યોરિટી ટ્રાન્ઝેક્શન ટેક્સ (STT)થી 78,000 કરોડ રૂપિયા એકત્રિત કરવાનું લક્ષ્ય રાખે છે.
બજેટ પહેલા સારા આંકડા આવ્યા સામે
બજેટ 1 ફેબ્રુઆરીએ રજૂ થવાનું છે. તે પહેલાં, ટેક્સ કલેક્શનના આંકડા ઘણા સારા રહ્યા છે. નિષ્ણાતો માને છે કે સરકાર નાણાકીય વર્ષના અંત પહેલા તેના લક્ષ્યને પૂર્ણ કરી શકે છે. હાલમાં, ભારત સરકારને તેના સીધા કલેક્શનના લક્ષ્ય સુધી પહોંચવા માટે આશરે 7 લાખ કરોડ રૂપિયાની જરૂર છે. બીજી તરફ, નિષ્ણાતો માને છે કે આગામી નાણાકીય વર્ષના બજેટમાં ટેક્સ કલેક્શનના લક્ષ્યમાં વધુ વધારો જોવા મળી શકે છે. શક્ય છે કે આ આંકડો રૂપિયા 27 લાખથી 30 લાખ કરોડની વચ્ચે હોય.
આ પણ વાંચો: BCCL IPO : બીજા દિવસે 12 ગણાથી વધુ સબસ્ક્રાઈબ થયો, GMPમાં આવ્યો મોટો ઉછાળો