ભારતમાં AIને લઈને અત્યાર સુધીની મોટી જાહેરાત સામે આવી છે. ગુગલના સીઈઓ સુંદર પિચાઈ અને ડિપમાઈન્ડના CEO ડેમિસ હાસાબિસે જણાવ્યું કે કંપની આગામી 5 વર્ષમાં ભારતમાં લગભગ 15 બિલિયન ડોલરનું રોકાણ કરશે. જો કે ગુગલે આ રોકાણની જાહેરાત ગયા વર્ષે જ કરી હતી.
વિશાખાપટ્ટનમમાં બનશે મેગા AI ડેટા સેન્ટર
ઉલ્લેખનીય છે કે ગુગલ સીઈઓ અને ગુગલ ડીપમાઈન્ડના ચીફ બંને ભારતના પ્રવાસ પર છે. AI ઈમ્પેક્ટ સમિટમાં બંને ટેક લીડર્સની હાજરી રહેશે. સુંદર પિચાઈએ વડાપ્રધાન મોદી સાથે મુલાકાત કરી છે. આ રોકાણ દેશનું પ્રથમ મોટું AI હબ ઉભું કરવા માટે હશે. આ પ્રોજેક્ટનો સૌથી મોટો હિસ્સો આંધ્રપ્રદેશના વિશાખાપટ્ટનમમાં બનનારૂ મેગા AI ડેટા સેન્ટર છે. આ ડેટા સેન્ટર માત્ર એક બિલ્ડિંગ નહીં હોય, જ્યારે AI મોડલ ટ્રેનિંગ, ક્લાઉડ સર્વિસ અને મોટા પ્રમાણનું કોમ્પ્યુટિંગનું કેન્દ્ર બનશે. અહીંથી ભારત અને આસપાસના દેશોના AIની તાકાત મળશે.
આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ વગર ઝડપી ઈન્ટરનેટ કામ કરતું નથી, તેથી ગુગલ ભારતને સીધું દુનિયા સાથે જોડવા માટે નવા અંડરસી ઈન્ટરનેટ કેબલ નાખી રહ્યું છે. આ કેબલથી ભારતનું કનેક્શન સિંગાપુર, સાઉથ આફ્રિકા અને ઓસ્ટ્રેલિયા જેવા દેશો સાથે જોડાશે. તેનાથી એશિયા, આફ્રિકા અને સાઉથ અમેરિકામાં AI સર્વિસ ઝડપી બનશે. ડેટાને હવે અમેરિકા કે યુરોપ થઈને નહીં જવું પડે. રસ્તો નાનો થશે અને સ્પીડ વધારે હશે.
ભારતને માત્ર AI યુઝર નહીં પણ AI ઈન્ફ્રા હબ બનાવવાની દિશામાં મોટું પગલું
કંપનીનો દાવો છે કે 100 મિલિયનથી વધારે લોકોને AIની ટ્રેનિંગ આપવામાં આવશે. એટલે કે AI માત્ર મોટા શહેરો સુધી સિમિત નહીં રહે પણ નાના શહેરો સુધી પણ પહોંચશે. આ સમગ્ર રોકાણ ભારતને માત્ર AI યુઝર નહીં પણ AI ઈન્ફ્રા હબ બનાવવાની દિશામાં મોટું પગલું છે. આજે દુનિયાનો મોટાભાગનો ઈન્ટરનેટ ટ્રાફિક અમેરિકા, યુરોપ અને ચીનના રસ્તે ચાલે છે, હવે ગુગલ એક નવો રસ્તો બનાવી રહ્યું છે, જેમાં ભારત સેન્ટરમાં હશે. તેનો મતલબ છે કે આગામી સમયમાં કરોડો લોકો AI ટુલ્સ સુધી ભારત દ્વારા પહોંચશે.
આ સાથે જ એક મોટી અસર એ રહેશે કે ભારતના સ્ટાર્ટઅપ્સ અને ડેવલપર્સને હવે લોકલ લેવલ પર હાઈ-પાવર કોમ્પ્યુટ મળશે. તેને દર વખતે વિદેશી સર્વર પર નિર્ભર નહીં રહેવું પડે અને તેનાથી ખર્ચ ઓછો થશે. સ્પીડ વધશે અને લોકલ ઈનોવેશનને તાકાત મળશે. ઉલ્લેખનીય છે કે સરકાર પહેલા જ ડેટા સેન્ટર અને ડિજિટલ ઈન્ફ્રાને વધારવા પર જોર આપી રહી છે. હવે ગુગલ જેવા ગ્લોબલ પ્લેયર આવવાથી ભારતની AI ઈકોસિસ્ટમ વધુ મજબૂત થશે.
આ પણ વાંચો : Galgotias AI Summit: ભારે વિવાદ બાદ Galgotias Universityએ પોતાના માફીનામામાં શું લખ્યુ?