યુનિવર્સિટીના રજિસ્ટ્રારે નિવેદન જાહેર કરી પેવેલિયનમાં હાજર પ્રતિનિધિએ ખોટી માહિતી આપી હોવાનું કહ્યુ છે.
ગલગોટિયાસ યુનિવર્સિટીની સ્પષ્ટતા
દિલ્હીમાં ચાલી રહેલા AI સમિટમાં ગલગોટિયાસ યુનિવર્સિટીના રોબોટ ઓરિયન વિશે ખોટા દાવાઓ આંતરરાષ્ટ્રીય શરમનું કારણ બન્યા છે. યુનિવર્સિટીએ હવે માફી માંગી છે અને પ્રોફેસર નેહા સિંહને દોષી ઠેરવ્યા છે. યુનિવર્સિટીના રજિસ્ટ્રાર એન.કે.ગૌર દ્વારા જારી કરાયેલા નિવેદનમાં કહ્યુ છે કે, અમે AI સમિટમાં સર્જાયેલી મૂંઝવણ માટે માફી માંગવા માંગીએ છીએ. પેવેલિયનમાં હાજર અમારા એક પ્રતિનિધિને ખોટી માહિતી આપી હતી. તે ઉત્પાદનના તકનીકી મૂળથી અજાણ હતો અને કેમેરા સામે રહેવાના ઉત્સાહમાં ખોટી માહિતી આપી હતી.
માહિતી ટેકનોલોજી સચિવે શું કહ્યું?
આ સંદર્ભમાં માહિતી ટેકનોલોજી સચિવ એસ. કૃષ્ણને કહ્યુ કે, સરકાર ઇચ્છતી નથી કે કોઈ પણ એવી વસ્તુઓ પ્રદર્શિત કરે જે તેની નથી. યુનિવર્સિટીના પ્રોફેસર નેહા સિંહે ઓરિયન નામનો રોબોટિક શ્વાન બતાવ્યો હતો. જેમાં દાવો કરવામાં આવ્યો કે તે ગલગોટિયાસ યુનિવર્સિટીના સેન્ટર ઓફ એક્સેલન્સ દ્વારા વિકસાવવામાં આવ્યો છે. અને ત્યારે વિવાદ સમગ્ર વિવાદ શરૂ થયો હતો.
આ રોબોટ યુનિવર્સિટીએ નથી બનાવ્યો
આ પછી, લોકોએ દાવો કર્યો કે રોબોટ યુનિટ્રી ગો-2 હતો. જે ચીનના યુનિટ્રી રોબોટિક્સ દ્વારા બનાવવામાં આવ્યો હતો. જેમ જેમ આ મુદ્દો વધતો ગયો અને યુનિવર્સિટીને ટ્રોલ કરવામાં આવવા લાગી હતી. ગલગોટિયા યુનિવર્સિટી અને પ્રોફેસર નેહા સિંહ બંનેએ કહ્યું કે, યુનિવર્સિટીએ રોબોટ બનાવ્યો નથી. વધુમાં, યુનિવર્સિટીએ આવો કોઈ દાવો કર્યો નથી.
