ભારત અને યૂરોપીય યૂનિયને ટ્રેડ ડીલ સાઇન કરી છે. તેને 'મધર ઓફ ઓલ ડીલ' કહેવામાં આવી રહ્યુ છે.
યુવા પ્રોફેશનલ્સને ફાયદો
બન્ને દેશ વચ્ચે કરાયેલા વેપારી સોદાના કારણે યુવા પ્રોફેશનલ્સને ફાયદો મળશે. અને તેમના કામ માટે પ્રોત્સાહન મળી રહેશે. ભારતીય યુવાઓ માટે યુરોપમાં નવી નોકરીના દ્વાર ખુલશે. ભારત અને યૂરોપીય યૂનિયનની વચ્ચે વેપારી કરાર થયા છે. જેની ચર્ચા દુનિયાભરમાં થઇ રહી છે. અને અમેરિકાને તેનાથી કડવાશ ઉભી થઇ છે. 'મધર ઓફ ઓલ ડીલ'ના કારણે વેપારના માર્ગો ખુલ્યા છે. અને બન્ને દેશ વચ્ચે નવા અધ્યાયની શરૂઆત કરાઇ છે.
EUના 27 દેશમાં બજાર
'મધર ઓફ ઓલ ડીલ' બાદ ભારત માટે EUના 27 દેશમાં બજાર ખુલ્લા મુકાયા છે. ભારતીય અર્થવ્યવસ્થા માટે આ કરાર સંજીવની સમાન છે. આ કરાર બાદ ભારતીયો માટે EUના 27 દેશોમાં નોકરી શોધવાનું સરળ થશે. તો સાથે જ ભારતીય તબીબો યૂરોપમાં પ્રેક્ટીસ કરી શકશે. ભારત અને યૂરોપીય યૂનિયન એટલે EU વચ્ચે કરાયેલો આ કરાર 2027થી લાગૂ કરવામાં આવશે. બન્ને દેશોએ કરાર પર હસ્તાક્ષર કરીને ટેલેન્ટનું આદાન-પ્રદાન કર્યુ છે.
144 સર્વિસ સેક્ટરમાં કામ કરવાની તક
બન્ને દેશ વચ્ચે થયેલા કરાર બાદ ભારતી. આઇટી સહિત અન્ય પ્રોફેશનલ્સને યૂરોપીય યૂનિયનના દેશોમાં 144 સર્વિસ સેક્ટરમાં કામ કરવાની તક મળશે. તો EUને પણ ભારતના 102 સર્વિસ સેક્ટરમાં પ્રવેશ મળશે. ભારતમાં EU કંપનીઓને પ્રવેશ મળશે અને નોકરીની તકો વધશે. ભારત અને EU વચ્ચેના કરારનો ફાયદો તબીબોને મળશે. EU ભારતમાં તેનું પ્રથમ લીગલ ગેટવે ઓફિસ શરુ કરશે. આ ઓફિસ એ ભારતીય યુવાઓ અને પ્રોફેશનલ્સની મદદ કરશે. જે યૂરોપ જઇને ભણવા ઇચ્છે છે.
આ પણ વાંચોઃ Imran Khanની PTI બાદ હવે પાકિસ્તાન સેનાના રડાર પર અન્ય પાર્ટી, એક્શન માટે તૈયારીઓ શરુ
