MQMના કેટલાક શીર્ષ નેતાઓ અને મંત્રીઓની સુરક્ષા અચાનક હટાવવામાં આવી છે.

મોટી પાર્ટી સેનાના નિશાન પર

પાકિસ્તાનની રાજનીતિમાં હલચલ વધુને વધુ તેજ બની રહી છે. ઇમરાન ખાનની પાર્ટી પાકિસ્તાન તહરીક-એ-ઇન્સાફ બાદ હવે વધુ એક મોટી પાર્ટી સેનાના નિશાન પર આવી છે. મુત્તહિદા કૌમી મુવમેન્ટ સેનાના રડાર પર આવી છે. MQMના કેટલાક દિગ્ગજ નેતાઓ, મંત્રીઓ અને ધારાસભ્યની સુરક્ષા પરત ખેંચી લેવામાં આવ્યા છે. પાર્ટીના નેતૃત્ત્વએ ગંભીર સુરક્ષાના ખતરા સાથે જોડીને વિરોધ કર્યો છે.

સૂચના વિના હટાવાઇ સુરક્ષા

સંઘીય મંત્રી ખાલિદ મકબૂલ સિદ્દીકી, વરિષ્ઠ નેતા ફારુક સત્તાર, મુસ્તફા કમાલ અને અનીસ કાયમખાનીની સુરક્ષા કોઇ સૂચના વિના હટાવી લેવામાં આવી છે. આ સિવાય સિંધ વિધાનસભામાં MQMના વિપક્ષી નેતા અલી ખુર્શીદની સુરક્ષા પણ પરત ખેંચી લેવામાં આવી છે. સુરક્ષા હટાવવાનો નિર્ણય એવા સમયે લેવામાં આવ્યો છે. જ્યારે કરાંચીના ગુલ પ્લાઝા અકસ્માત મુદ્દે MQM સતત પ્રશ્નો ઉઠાવી રહી છે.

નેતાઓએ ચિંતા કરી વ્યક્ત

MQMના મંત્રી, વિધાનસભા સભ્યો અને વરિષ્ઠ નેતાઓએ આ નિર્ણય પર ચિંતા વ્યક્ત કરી છે. પાર્ટી નેતાઓનું કહેવું છે કે, તેઓને સુરક્ષા હટાવવા માટે કોઇ નક્કર કારણ જણાવ્યુ નથી. અને કોઇ ખતરા માટેની માહિતી પણ આપી નથી. MQM નેતાએ દાવો કર્યો છે કે, ગુલ પ્લાઝા ઘટના પર ખુલીને સવાલ કરી રહ્યા છે તેના કારણે આ કાર્યવાહી તેમના નેતાઓ પર કરવામાં આવી છે.

આ પણ વાંચોઃ India Canada Trade Deal News: કેનેડાના પીએમ mark carney ભારત આવે તે પહેલા NSA અજીત ડોભાલ શું લેશે એક્શન?, જાણો