આજના સમયમાં લોકો સંદેશા મોકલવા માટે વોટ્સએમ, ટેલિગ્રામ જેવી ડિજિટલ એપ્સનો વ્યાપક ઉપયોગ કરે છે. પરિણામે પરંપરાગત પોસ્ટકાર્ડ અને ચિઠ્ઠીઓનો ઉપયોગ ઘણો ઘટી ગયો છે. તેમ છતાં, બદલાતા સમય સાથે પોતાને ઢાળતા ભારતીય પોસ્ટ વિભાગે નવું માઈલસ્ટોન હાંસલ કર્યું છે.

આજના સમયમાં લોકો સંદેશા મોકલવા માટે વોટ્સએમ, ટેલિગ્રામ જેવી ડિજિટલ એપ્સનો વ્યાપક ઉપયોગ કરે છે. પરિણામે પરંપરાગત પોસ્ટકાર્ડ અને ચિઠ્ઠીઓનો ઉપયોગ ઘણો ઘટી ગયો છે. તેમ છતાં, બદલાતા સમય સાથે પોતાને ઢાળતા ભારતીય પોસ્ટ વિભાગે નવું માઈલસ્ટોન હાંસલ કર્યું છે.
નાણાકીય વર્ષ 2025-26 દરમિયાન વિભાગે રૂપિયા 15,296 કરોડની આવક નોંધાવી છે, જે ગયા વર્ષની સરખામણીએ અંદાજે 16 ટકાનો વધારો દર્શાવે છે. આ અંગે માહિતી આપતાં કેન્દ્રીય સંચાર મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાએ જણાવ્યું હતું કે વિભાગ માટે આ વર્ષ ઐતિહાસિક સાબિત થયું છે. અગાઉના નાણાકીય વર્ષ 2024-25માં વિભાગની આવક રૂપિયા 13,218 કરોડ હતી, જે હવે નોંધપાત્ર રીતે વધી છે.
ભારતીય પોસ્ટ વિભાગે પોતાની કાર્યશૈલીમાં આધુનિકતા લાવી, નવી સેવાઓ શરૂ કરી અને ગ્રાહકો સુધી પહોંચ વધારવાના પ્રયાસો કર્યા, જેના કારણે આ સિદ્ધિ પ્રાપ્ત થઈ છે. મંત્રીએ જણાવ્યું કે વિભાગ હવે ‘સિક્સ સિગ્મા’ સ્તરના સર્વિસ સ્ટાન્ડર્ડ્સ પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યો છે, જેથી સેવા ગુણવત્તા વધુ સુધારી શકાય. સાથે જ વિભાગે નવા ગ્રાહકોને જોડવા અને સેવાઓના વિસ્તાર પર ભાર મૂક્યો છે. આ ઉપરાંત તાજેતરમાં ત્રણ નવા પ્રોડક્ટ્સ પણ લોન્ચ કરવામાં આવ્યા છે, જે આવનારા સમયમાં આવક વૃદ્ધિને વધુ ગતિ આપશે.
મંત્રીએ વધુમાં ઉમેર્યું કે લાંબા સમય બાદ વિભાગે 15 ટકા કરતાં વધુ વૃદ્ધિ દર હાંસલ કર્યો છે અને હવે આ ગતિ જાળવી રાખવાનો પ્રયાસ કરવામાં આવશે. ડિજિટલ યુગમાં પણ પરંપરાગત સેવાઓને આધુનિક બનાવી સફળતા મેળવવાનો ભારતીય પોસ્ટ વિભાગનો આ પ્રયાસ અન્ય સરકારી વિભાગો માટે પણ પ્રેરણારૂપ બની શકે છે.
આ પણ વાંચો : Adani Powerની ન્યૂક્લિયર એનર્જી બિઝનેસમાં એન્ટ્રી, શેરના ભાવ પહોંચ્યા આસમાને