આ આયાત બંને દેશો વચ્ચે દ્વિપક્ષીય ઉર્જા વેપારમાં એક નવો રેકોર્ડ છે. ભારત પરંપરાગત રીતે LPG માટે મધ્ય પૂર્વ પર આધાર રાખે છે.
અમેરિકન સપ્લાયર્સ તરફ વળવાની ફરજ
જૂનમાં યુનાઇટેડ સ્ટેટ્સથી ભારતની લિક્વિફાઇડ પેટ્રોલિયમ ગેસ આયાત 1 મિલિયન મેટ્રિક ટનથી વધુ થશે. જે એક રેકોર્ડ છે. હકીકતમાં, મધ્ય પૂર્વમાંથી પુરવઠામાં વિક્ષેપોને કારણે નવી દિલ્હીને વધુ કિંમતના અમેરિકન સપ્લાયર્સ તરફ વળવાની ફરજ પડી છે. ઈરાન પર યુએસ-ઇઝરાયલ તણાવ અને હોર્મુઝ સ્ટ્રેટ બંધ થયા પહેલા, ભારત તેની LPG આયાતનો 90 ટકા મધ્ય પૂર્વીય ઉત્પાદકો પાસેથી મેળવતું હતું, જે દર મહિને આશરે 2 મિલિયન ટન હતું.
યુએસથી હાજર ખરીદીમાં વધારો
જળમાર્ગ બંધ થવાથી યુએસથી હાજર ખરીદીમાં વધારો થયો છે. ભારતીય રિફાઇનરોએ રસોઈ ગેસનો સતત પુરવઠો સુનિશ્ચિત કરવા માટે નોંધપાત્ર સ્પોટ માર્કેટ પ્રીમિયમ પર મોટી માત્રામાં એલપીજી ખરીદી હતી. ભારતે રિફાઇનરોને એલપીજી ઉત્પાદન વધારવા, ઘરોમાં એલપીજીના વેચાણને પ્રાથમિકતા આપવા અને પાઇપ ગેસ કનેક્શનના વિસ્તરણને વેગ આપવા પણ કહ્યું હતું. આ પ્રયાસોથી ભારતના એલપીજી વપરાશમાં 15થી20% ઘટાડો થયો છે.
ભારતમાં એલપીજી ક્યાંથી આવશે?
ભારતીય રિફાઇનરીના બે સૂત્રોએ જણાવ્યું હતું કે, ભારતને જૂન મહિનામાં યુનાઇટેડ સ્ટેટ્સમાંથી આશરે 1.1 મિલિયનથી 1.2 મિલિયન ટન LPG મળવાની અપેક્ષા છે. જ્યારે સંયુક્ત આરબ અમીરાતમાંથી પુરવઠો પણ આ મહિને આશરે 3,00,000 થી 4,00,000 ટન સુધી સુધર્યો છે. સૂત્રોએ જણાવ્યું હતું કે, UAEએ ઓમાનના સોહર બંદરથી 'ફ્રી-ઓન-બોર્ડ' ધોરણે LPG કાર્ગો ઓફર કર્યા હતા. જે સાઉદી CP કિંમતો કરતા આશરે $100 પ્રતિ ટન વધુ ભાવે હતા.
શું કહે છે કેપ્લરના ડેટા ?
કેપ્લરના ડેટા અનુસાર, ભારતે મે મહિનામાં અમેરિકાથી 6,48,300 ટન અને યુએઈથી 1,34,700 ટન એલપીજી આયાત કરી હતી. કેપ્લરના ડેટા દર્શાવે છે કે ઈરાનથી આયાત - મુખ્યત્વે અમેરિકા સાથે કોઈ સંબંધ ન ધરાવતી નાની કંપનીઓ દ્વારા - 1,45,000 ટન રહી હતી. જ્યારે સાઉદી અરેબિયા, ઓમાન અને કતાર જેવા અન્ય પરંપરાગત સપ્લાયર્સ તરફથી શિપમેન્ટ મર્યાદિત રહ્યા હતા.
આ પણ વાંચોઃ જેડી વેન્સના પાકિસ્તાન પ્રેમ પર ભડક્યા યુએસ સાંસદો, લાદેનની અપાવી યાદ













