આ બેઠકો દરમિયાન બે રિપબ્લિકન સેનેટરોએ જે.ડી.વેન્સને યાદ અપાવ્યું કે, તમે ભૂલી ગયા છો, પરંતુ આ એ જ પાકિસ્તાન છે જેણે ઓસામા બિન લાદેનને છુપાવ્યો હતો.
વેન્સના વખાણ પર તીવ્ર પ્રતિક્રિયા
બે રિપબ્લિકન સેનેટરોએ સ્વિટ્ઝર્લૅન્ડમાં પાકિસ્તાન માટે યુએસ ઉપરાષ્ટ્રપતિ જે.ડી. વેન્સના વખાણ પર તીવ્ર પ્રતિક્રિયા આપી છે. તેમણે પાકિસ્તાન અને કતાર પર આતંકવાદીઓને આશ્રય આપવાનો આરોપ લગાવ્યો અને કહ્યું કે બંને દેશો ઈરાનના આતંકવાદી અભિયાનને પ્રોત્સાહન આપવામાં વધુ રસ ધરાવે છે. ફ્લોરિડાના સેનેટર રિક સ્કોટે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર લખ્યું કે હવે દરેકને સ્પષ્ટ થવું જોઈએ કે આપણા સાચા મિત્રો કોણ છે. પાકિસ્તાન અને કતાર લાંબા સમયથી આતંકવાદીઓને આશ્રય આપી રહ્યા છે.
ઓસામાને આશ્રય આપવાનો આરોપ
સ્કોટે વધુમાં જણાવ્યું હતું કે, ઈરાન સાથે કોઈપણ કરાર શક્ય છે. પરંતુ એક વાત ચોક્કસ છે કે ઈરાન ક્યારેય પરમાણુ શસ્ત્રો વિકસાવવાની સ્થિતિમાં ન હોવું જોઈએ. મોન્ટાનાના સેનેટર ટિમ શીહીએ વધુ કઠોરતાથી વાત કરી હતી. તેમણે પાકિસ્તાન પર દસ વર્ષ સુધી ઓસામા બિન લાદેનને આશ્રય આપવાનો આરોપ મૂક્યો હતો. પાકિસ્તાનને ભૂલશો નહીં, શીહીએ કહ્યું કે, તેઓએ દસ વર્ષ સુધી બિન લાદેનને આશ્રય આપ્યો હતો. તેઓએ ISI દ્વારા આયાતુલ્લાહને ભંડોળ પૂરું પાડ્યું છે.
કતાર પર પણ નિશાન
યુએસ નેવી સીલના ભૂતપૂર્વ સભ્ય શીહીએ કહ્યું કે જો પાકિસ્તાન અને કતાર વાટાઘાટોના ટેબલ પર બેઠા છે. તો UAE, ઇઝરાયલ અને સાઉદી અરેબિયાનો પણ સમાવેશ થવો જોઈએ. તેમણે આ ત્રણ દેશોને મધ્ય પૂર્વમાં અમેરિકાના સાચા સાથી ગણાવ્યા. કતાર પર પણ નિશાન સાધતા શીહીએ કહ્યું કે કતાર દાયકાઓથી આતંકવાદી સંગઠનો માટે નાણાંની લોન્ડરિંગ કરી રહ્યું છે. પાકિસ્તાન ISI દ્વારા યુનાઇટેડ સ્ટેટ્સ વિરુદ્ધ બળવાખોરોને ભંડોળ પૂરું પાડી રહ્યું છે. આવી સ્થિતિમાં, તેમને નિષ્પક્ષ મધ્યસ્થી માનવું ખોટું હશે.
વેન્સના નિવેદન પર રોષ
સ્વિટ્ઝર્લૅન્ડમાં જે.ડી.વેન્સની ટિપ્પણી પછી વિવાદ શરૂ થયો હતો. જ્યાં તેઓ પાકિસ્તાન અને કતાર સાથે ઈરાન શાંતિ વાટાઘાટોમાં સામેલ હતા. વેન્સે કહ્યું હતું કે, અમે પાકિસ્તાનને પ્રેમ કરીએ છીએ. વધુ હળવા સ્વરમાં, વેન્સે પાકિસ્તાની આર્મી ચીફ ફિલ્ડ માર્શલ અસીમ મુનીર વિશે કહ્યું કે, મુનીરે અમારું ઇસ્લામાબાદમાં સ્વાગત કર્યું હતુ. હું ઘણીવાર મજાક કરું છું કે મારા જીવનમાં બે ખૂબ જ મહત્વપૂર્ણ લોકો છે: એક ભારતીય અને એક પાકિસ્તાની. ભારતીય મારી પત્ની છે, અને પાકિસ્તાની ફિલ્ડ માર્શલ મુનીર છે. વેન્સે એમ પણ કહ્યું કે તેમણે છેલ્લા ત્રણ મહિનામાં અસીમ મુનીર સાથે બીજા કોઈ કરતાં વધુ વાત કરી છે.
આ પણ વાંચોઃ ઈરાન અમેરિકા કરાર બાદ પણ ગાઝામાં હુમલા યથાવત્, 20 હજારથી વધુ બાળકોના મોત













