ઇન્ડિગો કંપનીનો ફાયદો 78 ટકાથી ઘટીને માત્ર 550 કરોડ રૂપિયા રહ્યો છે. ફ્લાઇટ રદ્દ અને નવા નિયમોના કારણે કંપનીને મોટા પ્રમાણમાં નુકસાન થયુ છે.

કંપનીને મોટા પ્રમાણમાં નુકસાન

થોડા મહિના પહેલા હવાઇ મુસાફરી કરનારાઓ માટે ખરાબ સમાચાર સામે આવ્યા હતા. ઇન્ડિગોના યાત્રીઓ પૈસા ચુકવીને હાલાકી ભોગવી હતી. એરપોર્ટ પર કલાકો લાઇનમાં ઉભા રહીને ફ્લાઇટ માટે રાહ જોઇ હતી. અને અફરા-તફરીનો માહોલ પણ સર્જાયો હતો. આ હાલાકીની અસર માત્ર યાત્રીઓ પર જ નહી પણ સૌથી મોટી કંપની ઇન્ડિગો પરની તિજોરામાં પણ જોવા મળી હતી. ડિસેમ્બર મહિનાના આંકડા બતાવે છે કે, કંપનીને મોટા પ્રમાણમાં નુકસાન થયુ છે.

ત્રણ મુખ્ય કારણો જવાબદાર

ઇન્ડિગોની પેરેન્ટ કંપની ઇન્ટરગ્લોબ એવિએશને જે આંકડા રજૂ કર્યા છે. તે ચોંકાવનારા છે. ગયા વર્ષના સમાન ક્વાર્ટરમાં, કંપનીએ ₹2,449 કરોડનો મોટો નફો કર્યો હતો. જે આ વખતે ઘટીને માત્ર ₹550 કરોડ થયો છે. આ નફામાં સીધો 78% ઘટાડો દર્શાવે છે. કંપનીના મતે, આ પાછળ ત્રણ મુખ્ય કારણો છે. પ્રથમ, નવા શ્રમ કાયદાના અમલીકરણથી કંપની પર આશરે ₹969 કરોડનો બોજ પડ્યો. બીજું, ડિસેમ્બરની શરૂઆતમાં ઓપરેશનલ કટોકટી અને ફ્લાઇટ રદ થવાથી ₹577 કરોડનું નુકસાન થયું. અને ત્રીજું, ડોલર સામે રૂપિયામાં વધઘટનો પણ કંપની પર ભારે બોજ પડ્યો હતો.

કેવો રહ્યો હિસાબ-કિતાબ ?

નફામાં ઘટાડો થયો હોવા છતાં, એરલાઇનની આવકમાં વધારો થયો છે. ગયા વર્ષની સરખામણીમાં કંપનીની આવકમાં 6%નો વધારો થયો છે. જો કંપની પર શ્રમ કાયદા અને ઓપરેશનલ મુશ્કેલીઓનો બોજ ન પડ્યો હોત, તો તેનો નફો 3,000 કરોડને વટાવી ગયો હોત. અસંખ્ય ફરિયાદો અને રદ થવા છતાં, ઇન્ડિગોના મુસાફરો ક્વાર્ટર દરમિયાન આશરે 2.8 ટકાનો વધારો થયો હતો. આ સમયગાળા દરમિયાન કુલ 31.9 મિલિયન લોકોએ ઇન્ડિગોમાં મુસાફરી કરી હતી. જોકે, પ્રતિ સીટ આવકમાં થોડો ઘટાડો થયો હતો.

આ પણ વાંચોઃ Bangladesh Election 2026 News: ચૂંટણી પહેલા જ Sheikh Hasinaએ Muhammad Yunusને ફેંક્યો પડકાર, જાણો શું કહ્યુ?