આવામી લીગ પર પ્રતિબંધ લગાવવાની ઘટના એ લોકતંત્રની હત્યા હોવાનું શેખ હસીનાએ જણાવ્યુ હતુ.

આવામી લીગ પર પ્રતિબંધ ગેરકાયદેઃ શેખ હસીના

બાંગ્લાદેશમાં 12 ફેબ્રુઆરી 2026ના રોજ થનાર ચૂંટણી પહેલા ભૂતપૂર્વ પીએમ શેખ હસીનાએ સંદેશ જાહેર કર્યો છે. તેઓ મોહમ્મહ યુનુસને પડકાર ફેંકી રહ્યા છે. અને કહી રહ્યા છે કે, મારી સામે કોઇપણ બેઠક પર ચૂંટણી લડી બતાવો પચી જુઓ જનતા કોને મત આપે છે. શેખ હસીનાએ તેમની પાર્ટી આવામી લીગ પર લગાવાયેલા પ્રતિબંધને ગેરકાયદે ઠેરવ્યુ છે. પ્રતિબંધના કારણે આવામી લીગ આગામી ચૂંટણીમાં ભાગ લઇ શકશે નહીં.

મોહમ્મહ યુનુસનું ષડયંત્રઃ શેખ હસીના

ભૂતપૂર્વ પીએમ શેખ હસીનાએ વચગાળાની સરકારના પ્રમુખ મોહમ્મદ યુનુસને સીધો પડકાર ફેંક્યો છે. વર્ષ 2014 અને 2024માં બીએનપીએ ચૂંટણીનો બહિષ્કાર કર્યો હતો. વર્ષ 2018માં તેઓએ એક-એક બેઠક પર ઘણી ઉમેદવારી નોંધાવી હતી. જો 300 બેઠક માટે 700 ઉમેદવારી નોંધાવીને જો આંતરિક ઝઘડાથી જો દાવેદારી પરત ખેંચી છે તો તેમાં આવામી લીગની શુ ભૂલ હોઇ શકે. શેખ હસીનાએ વધુમાં જણાવ્યુ હતુ કે, 2018ની ચુંટણીમાં મોહમ્મહ યુનુસે ષડયંત્ર ગોઠવ્યુ હતુ.

શેખ હસીનાના મોહમ્મદ યુનુસ પર આરોપ

આવામી લીગ પર લગાવાયેલા પ્રતિબંધ માટે પણ શેખ હસીનાએ મોહમ્મદ યુનુસ પર આરોપ લગાવ્યો હતો અને પૂછ્યુ હતુ કે, આવામી લીગ પર પ્રતિબંધ મુકવાનો અધિકારી તેઓને કોણે આપ્યો. શું તેઓ જનતાના મત અથવા જનાદેશથી સત્તામાં આવ્યા છે?, જો નહી તો તેમની પાસે કોઇ અધિકારી નથી કે તેઓ આવામી લીગ પર પ્રતિબંધ લગાવી શકે. શેખ હસીનાએ વધુમાં કહ્યુ હતુ કે, કોટા આંદોલન નહી પણ આ સરકારને ઉખાડી ફેંકવાનું ષડયંત્ર હતુ.

આ પણ વાંચોઃ Europeના સ્થાને હવે મુસ્લિમ દેશ Indonesia વિશ્વની સૌથી જૂની કલાનું બન્યુ જન્મસ્થળ, જાણો કેવી રીતે?