RBIના 4%ના લક્ષ્યાંકની નજીક પહોંચ્યો છે. કારણ કે ખાદ્ય પદાર્થોના વધતા ભાવ હવે ઘરગથ્થુ ખર્ચને અસર કરી રહ્યા છે.

ઊર્જાના ભાવ રહ્યા ઊંચા

રાષ્ટ્રીય આંકડાકીય સંગઠનના ડેટા અનુસાર એપ્રિલ માટે ઓલ ઈન્ડિયા કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ એટલે કે, CPI પર આધારિત વાર્ષિક ફુગાવાનો દર 3.48% હતો. ગ્રામીણ અને શહેરી વિસ્તારો માટે અનુરૂપ ફુગાવાનો દર અનુક્રમે 3.74% અને 3.16% હતો. ગયા મહિને, રિઝર્વ બેંકે 2026-27 માટે CPI ફુગાવાનો અંદાજ 4.6% રાખ્યો હતો, જેમાં પ્રથમ ત્રિમાસિક ગાળામાં 4% રહેવાની ધારણા છે. બેંકે એમ પણ કહ્યું કે, પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા સંઘર્ષ અને સંભવિત અલ નીનો પરિસ્થિતિઓથી ઊર્જાના ભાવ ઊંચા રહે છે. જે ફુગાવા માટે જોખમો ઉભા કરે છે.

ખાદ્ય પદાર્થો વધુ મોંઘા થયા

ખાદ્ય પદાર્થોના ભાવમાં વધારો થવાથી એપ્રિલમાં છૂટક ફુગાવામાં થોડો વધારો થયો છે. એપ્રિલમાં છૂટક ફુગાવો 0.08 ટકા વધ્યો છે. ઓક્ટોબરથી ફુગાવો સતત વધી રહ્યો છે. ફુગાવાનો આ સતત છઠ્ઠો મહિનો છે. જોકે, ફુગાવો RBIના 4 ટકાના સહનશીલતા સ્તરથી નીચે રહે છે. નિષ્ણાતો માને છે કે જો મધ્ય પૂર્વ સંકટ લાંબા સમય સુધી ચાલુ રહેશે. તો આગામી દિવસોમાં ફુગાવામાં નોંધપાત્ર વધારો થઈ શકે છે.

ફુગાવાથી વધુ પ્રભાવિત છે દક્ષિણ ભારત

સરકારી આંકડા અનુસાર, દક્ષિણ ભારત સૌથી ગંભીર ફુગાવાનો સામનો કરી રહ્યું છે. તેલંગાણામાં છૂટક ફુગાવો 5.81 ટકા છે, જ્યારે ખાદ્ય ફુગાવો 6 ટકાને વટાવી ગયો છે. આંધ્રપ્રદેશમાં છૂટક ફુગાવો 4.20 ટકા છે અને ખાદ્ય ફુગાવો 5.43 ટકા છે. તમિલનાડુમાં છૂટક ફુગાવો 4.18 ટકા છે અને ખાદ્ય ફુગાવો 5.43 ટકા પર પહોંચી ગયો છે. એપ્રિલમાં કર્ણાટકમાં છૂટક ફુગાવો 4 ટકા અને ખાદ્ય ફુગાવો 6.08 ટકા જોવા મળ્યો હતો, જ્યારે રાજસ્થાનમાં છૂટક અને ખાદ્ય ફુગાવો 4 ટકાથી નીચે જોવા મળ્યો હતો.

આ પણ વાંચોઃ નવા મુખ્યમંત્રીએ કરેલી જાહેરાતથી બાંગ્લાદેશ થયુ ગુસ્સે, જાણો શું છે મામલો?