જો યુદ્ધ લાંબા સમય સુધી ચાલશે તો દેશોના તેલ ભંડાર ખાલી થઈ જશે.
ક્રૂડ ઓઇલના ભાવમાં સતત વધારો
મધ્ય પૂર્વમાં યુદ્ધ હવે એક અલગ વળાંક પર આવ્યુ છે. ઈરાને સાઉદી અરેબિયાની તેલ રિફાઇનરીઓ પર ગોળીબાર કર્યો છે અને એવી પણ જાહેરાત કરી છે કે હોર્મુઝ સ્ટ્રેટમાંથી પસાર થતા કોઈપણ તેલ ટેન્કર અથવા જહાજ પર હુમલો કરવામાં આવશે. આ એ જ કોરિડોર છે જેના દ્વારા વિશ્વની 20% ઉર્જા આયાત અને ભારતની 50% ક્રૂડ ઓઇલ આયાત થાય છે. પરિણામે, વૈશ્વિક તેલ કટોકટી વધુ ઘેરી બનતી દેખાય છે. જેના કારણે ક્રૂડ ઓઇલના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે.
ભારતની શું છે યોજના ?
ભારત હોર્મુઝ સ્ટ્રેટના અવરોધને કારણે થતી કટોકટીની તેલની અછતને પહોંચી વળવા માટે પેટ્રોલ અને ડીઝલની નિકાસ પર પ્રતિબંધ મૂકવા વિચાર કરી રહ્યુ છે. રશિયાથી ક્રૂડ ઓઇલની આયાત વધારવા અને LPG રેશનિંગ જેવા માંગ-વ્યવસ્થાપન પગલાં લાગુ કરવા સહિત અનેક કટોકટી વિકલ્પો પર તર્ક-વિતર્ક કરાઇ રહ્યા છે.
તેલ નિકાસ પર પ્રતિબંધ
સરકાર પહેલા પેટ્રોલ અને ડીઝલની નિકાસ પર પ્રતિબંધ મૂકવાનું વિચારી રહી છે. કારણ કે ભારત તેના લગભગ એક તૃતીયાંશ પેટ્રોલ, એક ચતુર્થાંશ ડીઝલ અને લગભગ અડધા ઉડ્ડયન ઇંધણની નિકાસ કરે છે. સૌથી મોટી સમસ્યા LPG છે. ભારત તેના વપરાશના લગભગ બે તૃતીયાંશ માટે આયાત પર આધાર રાખે છે અને તેની પાસે મર્યાદિત ઇન્વેન્ટરી છે. ભારત તેના LPGના 85 થી 90 ટકા આયાત કરે છે.
આ યુદ્ધ કેટલો સમય ચાલશે?
ઈરાનની સૈન્ય અને ટેકનોલોજી અમેરિકા અને ઇઝરાયલ કરતા ઘણી હલકી ગુણવત્તાવાળા છે. પરિણામે, આ સંઘર્ષ લાંબો સમય ચાલવાની શક્યતા નથી. જ્યારે ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું છે કે, યુદ્ધ ચાર અઠવાડિયા સુધી ચાલી શકે છે. આ દરમિયાન તેલ મંત્રી હરદીપ પુરી દ્વારા એક્સ-રે સિસ્ટમની સમીક્ષા બાદ, તેલ મંત્રાલયે જણાવ્યું હતું કે તે સતત બદલાતી પરિસ્થિતિ પર નજર રાખી રહ્યું છે અને દેશમાં મુખ્ય પેટ્રોલિયમ ઉત્પાદનોની ઉપલબ્ધતા અને પોષણક્ષમતા સુનિશ્ચિત કરવા માટે તમામ જરૂરી પગલાં લેશે.
આ પણ વાંચોઃ ઇરાનના ગેરાસમાં 4.3ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો
