દક્ષિણ ઇરાનના ગેરાસ શહેરમાં 4.3ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો નોંધાયો છે.
સ્થાનિકોમાં ડરનો માહોલ
ઇરાનમાં ધરા ધ્રુજી છે. ઇરાનમાં ઇઝરાયલી બોમ્બ વિસ્ફોટની વચ્ચે ભૂકંપના આંચકા નોંધાયા છે. દક્ષિણ ઇરાનના ગેરાસ શહેરમાં 4.3ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો નોંધાયો છે. યૂનાઇટેડ સ્ટેટ્સ જિયોલોજિકલ સર્વેએ આ મામલે માહિતી આપી છે. આ ભૂકંપ જમીનથી 10 કિમી નીચે આવ્યો છે. ભૂકંપના આંચકાના કારણે સ્થાનિકોમાં ડરનો માહોલ છે. સ્થાનિકો અને નિષ્ણાંતો આ ભૂકંપના આંચકાને ન્યુક્લિયર પરિક્ષણ સાથે સરખાવી રહ્યા છે.
15 દિવસમાં ભૂકંપનો બીજો આંચકો
ઇરાનમાં છેલ્લા 15 દિવસમાં આ ભૂકંપનો બીજો આંચકો છે. પહેલા સાઉથ ઇરાનમાં 19 ફેબ્રુઆરીના રોજ ભૂકંપના આંચકા નોંધાયા હતા. જેની તીવ્રતા 5.5 માપવામાં આવી હતી. જર્મન રિસર્ચ સેન્ટર ફોર જિયોસાયન્સ મુજબ ભૂકંપનું કેન્દ્ર 27.36 ડિગ્રી ઉત્તર અક્ષાંશ અને 52.60 ડિગ્રી પૂર્વ દેશાંતર હતી. જે ફાર્સ પ્રાંતના મોહર શહેરની નજીક લગભગ 36 કિમી દક્ષિણ-પશ્ચિમમાં હતુ. ભૂકંપની ઉંડાઇ 10 કિમી અંદર માપવામાં આવી છે.
ન્યુક્લિયર પરિક્ષણની આશંકા
ઇરાનના ગેરાસમાં આવેલા ભૂકંપમાં કોઇ જાનહાનિ થઇ નથી. અને કોઇ મોટા નુકસાનની ભીતિ નથી. ઇરાનમાં આવેલા ભૂકંપના સમયને લઇને પ્રશ્ન ઉભા થઇ રહ્યા છે. સવાલ એ છે કે, શું ઇરાન ન્યુક્લિયર પરિક્ષણ તો નથી કરી રહ્યુ?. આ ભૂકંપના આંચકા તેના કારણે તો નથી આવી રહ્યા?. ઇરાન સતત ન્યુક્લિયર પરિક્ષણ માટે ઉતાવળીયુ છે.
આ પણ વાંચોઃ ઈરાનની આસપાસ કેટલા યુએસ બેઝ, ડોનાલ્ડ ટ્રમ્પની સેના કેટલી છે મજબૂત?, જાણો
