થોડા દિવસ પહેલા જ નાયરા કંપનીએ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં મોટો વધારો કર્યો, ત્યારે હવે વધુ એક કંપનીએ ભારતમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ વધારી દીધા છે. Shell Indiaએ 1 એપ્રિલથી પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો કર્યો છે. ક્રુડ ઓઈલના ભાવ 100 ડોલર પ્રતિ બેરલની ઉપર રહેવાના કારણે ખાનગી ઈંધણ વિક્રેતાએ નુકસાનની ભરપાઈ કરવા માટે ઈંધણની કિંમતોમાં વધારો કર્યો છે.

સામાન્ય પેટ્રોલની કિંમત 119.85 રૂપિયા

બેંગલુરૂમાં પેટ્રોલની કિંમતમાં 7.41 રૂપિયા અને ડીઝલની કિંમતમાં 25 રૂપિયાનો વધારો કર્યો છે. હવે સામાન્ય પેટ્રોલની કિંમત 119.85 રૂપિયા અને પાવર વેરિએન્ટની કિંમત 129.85 રૂપિયા થઈ ગઈ છે. સ્થાનિક ટેક્સના કારણે અન્ય શહેરોના આ કંપનીના પેટ્રોલ પંપ પર ઈંધણની કિંમતોમાં થોડો વધારે ઘટાડો હોય શકે છે. ડીઝલની કિંમતમાં પણ મોટો વધારો થયો છે, જે 25.01 રૂપિયા પ્રતિ લીટર છે. હવે સામાન્ય ડીઝલ 123.52 રૂપિયા અને પ્રિમિયમ ડીઝલ 133.52 રૂપિયા થઈ ચૂક્યુ છે.

પ્રાઈવેટ ઈંધણ રિટેલ કંપની દબાણમાં

આ ભાવ વધારાનું કારણ ઈરાન યુદ્ધથી ક્રુડ ઓઈલની કિંમતોમાં થયેલો વધારો છે. ડીઝલની કિંમતો હજુ પણ વધી શકે છે અને તે 148-165 પ્રતિ લીટર સુધી પહોંચી શકે છે. જો કે આ વિશે કોઈ સત્તાવાર જાહેરાત થઈ નથી. જો કે પ્રાઈવેટ ઈંધણ રિટેલ કંપની દબાણમાં છે, કારણ કે સરકારી કંપનીઓએ કાચાતેલની વધતી કિંમતો છતાં ભાવમાં વધારો કર્યો નથી, ત્યારે પબ્લિક સેક્ટરની કંપનીઓની તુલનામાં પ્રાઈવેટ રિટેલ કંપનીઓને વળતર મળતું નથી, જેનાથી ભાવમાં વધારોનો બોજ ગ્રાહક પર પડે છે.

આ પણ વાંચો : CBIએ અનિલ અંબાણી અને રિલાયન્સ કોમ્યુનિકેશન વિરૂદ્ધ નોંધી FIR