અમેરિકાએ ભારત પર ભારે ભરખમ ટેરિફ લાદતા દેશમાં 10 લાખ લોકોની રોજગારી પર મોટું સંકટ જોવા મળી રહ્યુ છે. ટેક્સટાઇલ, લેદર અને જ્વેલરી જેવા કેટલાક મોટા સેક્ટર્સ પર ટેરિફના કારણે મોટું નુકસાન જોવા મળી શકે છે. અમેરિકાએ ભારતમાંથી આવનાર સામાન પર 25 ટકા અતિરિક્ત ટેરિફ લગાવવાનો નિર્ણય કર્યો છે. 27 ઓગ્સ્ટથી આ ટેરિફ લાગૂ કરવામાં આવ્યુ છે. ભારત પર કુલ 50 ટકા ટેરિફ લગાવવામાં આવ્યુ છે.


અરબ ડૉલરનો વેપાર પ્રભાવિત

CTI અનુસાર અમેરિકાના આ નિર્ણયને કારણે ભારતનું લગભગ 48 અરબ ડોલર વેપાર પ્રભાવિત થઇ શકે છે. લાખો લોકોની નોકરી પર સંકટ તોળાઇ રહ્યુ છે. અને વિવિધ સેક્ટર્સને નુકસાન થઇ શકે છે. દેશના પ્રમુખ વેપારી સંગઠન ચેમ્બર ઓફ ટ્રેડ એન્ડ ઇન્ડસ્ટ્રીના ચેરમેન વૃજેશ ગોયલનું કહેવું છે કે, આ ટેરિફ ભારતના ટેક્સટાઇલ, લેદર, જેમ્સ એન્ડ જ્વેલરી, ઓટો પાર્ટ્સ, કેમિકલ, ફાર્મા, સીફૂડ અને ઇલેક્ટ્રોનિક્સ સેક્ટર માટે મોટો ઝટકો છે. આ સેક્ટરોમાં કામ કરનાર 10 લાખ લોકો નોકરી ગુમાવવાના ભોગ બની શકે છે. વધેલા ટેરિફને જોતા અમેરિકાના બજારમાં ભારતનો સામાન 35 ટકા મોંઘો થઇ જશે. જેના કારણે અમેરિકાના લોકો ભારતના સ્થાને ચીન, વિયેતનામ, બાંગ્લાદેશ જેવા લોકો પાસેથી સામાન ખરીદવાનું પસંદ કરશે. આ બધાની વચ્ચે વેપારીઓમાં પ્રશ્ન એ ઉભો થાય છે કે, જે કંપનીઓએ ઓર્ડર લઇ લીધો છે અથવા જેમના સામાનના શિપમેન્ટ કરવામાં આવી રહ્યા છે. તેમના પર નવો ટેરિફ લાગશે કે નહીં. તો આ તરફ, અમેરિકા આ મામલે કોઇ સ્પષ્ટતા આપતુ નથી.

નવા વિકલ્પ શોધવા જરુરી

વર્ષ 2024માં ભારતે અમેરિકાના લગભગ 1.7 લાખ કરોડ રૂપિયાનો એન્જિનીયરીંગ સામાન મોકલ્યો હતો. જેમાં સ્ટીલ, મશીનરી, ઓટોમોબાઇલ્સના પાર્ટસનો સમાવેશ થાય છે. આ બધા પર અગાઉ 10 ટકા ટેરિફ લાગતો હતો. જે હવે વધીને 50 ટકા કરાયો છે. જેમકે જો કોઇ સામાન અગાઉ 100 ડૉલરમાં વેંચાયો હોય તો તે નવા ટેરિફ હેઠળ તે 150 ડૉલરમાં વેંચવામાં આવશે. વૃજેશ ગોયલે જણાવ્યુ હતુ કે, તેઓએ આ મામલે પીએમ મોદીને પત્ર લખ્યો છે. અને ભારત અમેરિકાને જડબાતોડ જવાબ આપે. ભારતે અમેરિકા પર નિર્ભતા દૂર કરવી પડશે. જર્મની, બ્રિટેન, સિંગાપુર, મલેશિયા જેવા દેશોમાં દેશોમાં નવા વિકલ્પ શોધવા પડશે. 

  • Follow us on: