મહારાષ્ટ્રના નાસિકમાં આવેલી TCS BPO યુનિટમાં બનેલી ઘટનાઓએ સમગ્ર દેશને હચમચાવી દીધો છે. એક પછી એક નોંધાયેલી 9 FIR માં યૌન ઉત્પીડનથી લઈ બળજબરીથી ધર્મ પરિવર્તન અને ધાર્મિક લાગણી દુભાવવા સુધીના ગંભીર આરોપો સામે આવ્યા છે. આ કેસમાં તપાસમાં બહાર આવ્યું છે કે, મહિલા કર્મચારીઓને એક ચોક્કસ પેટર્ન મુજબ નિશાન બનાવવામાં આવતી હતી.


નાસિક TCS BPO કેસ: તમામ 9 FIR ની વિગતવાર ટાઈમલાઈન

FIR નંબર 1: ધાર્મિક લાગણી અને લગ્નની લાલચ

  • સમયગાળો: જુલાઈ 2022 થી ફેબ્રુઆરી 2026
  • મુખ્ય આરોપી: દાનિશ શેખ, તૌસીફ અત્તર અને નિદા ખાન
  • વિગત: આરોપીઓએ મહિલા કર્મચારીની ધાર્મિક ભાવનાઓને ઠેસ પહોંચાડી હિન્દુ દેવી-દેવતાઓ પર આપત્તિજનક ટિપ્પણી કરી હતી. તૌસીફ અત્તરે લગ્નની લાલચ આપી પીડિતા સાથે અનેકવાર શારીરિક સંબંધ બાંધ્યા હતા, જ્યારે દાનિશ શેખે ઓફિસમાં બળજબરીથી સ્પર્શ કરવાનો પ્રયાસ કર્યો હતો.

FIR નંબર 2: ઓફિસમાં પજવણી અને સત્તાનો દુરૂપયોગ

  • સમયગાળો: મે 2023 થી માર્ચ 2026
  • મુખ્ય આરોપી: રઝા મેમણ અને શાહરૂખ કુરેશી
  • વિગત: મહિલા કર્મચારીને સતત ઘૂરવી, અયોગ્ય રીતે સ્પર્શ કરવો અને તેની અંગત જિંદગી પર વાંધાજનક કોમેન્ટ્સ કરવામાં આવતી હતી. પીડિતાએ કંપનીના અધિકારીઓને ફરિયાદ કરી હોવા છતાં કોઈ પગલાં ન લેવાતા આરોપીઓનો ત્રાસ વધ્યો હતો.

FIR નંબર 3: મીટિંગ દરમિયાન અશ્લીલ વ્યવહાર

  • આરોપી: શફી શેખ અને તૌસીફ અત્તર
  • વિગત: શફી શેખ મીટિંગ દરમિયાન મહિલા કર્મચારીને એકીટશે ઘૂરતો અને અશ્લીલ હરકતો કરતો હતો. તૌસીફ અત્તરે પણ પીડિતાના અંગત જીવન વિશે અપમાનજનક ટિપ્પણીઓ કરી શારીરિક નિકટતા કેળવવાનો પ્રયાસ કર્યો હતો.

FIR નંબર 4: ધાર્મિક અપમાન અને અશ્લીલ ઈશારા

  • સમયગાળો: મે 2025 થી ડિસેમ્બર 2025
  • આરોપી: તૌસીફ અત્તર
  • વિગત: તૌસીફે મહિલા કર્મચારીને તેના ખાનગી જીવન વિશે બિભત્સ સવાલો પૂછ્યા અને અશ્લીલ ઈશારા કર્યા હતા. આ ઉપરાંત હિન્દુ ધર્મના પવિત્ર પ્રતીકો વિશે ગંદી વાતો કરીને કર્મચારીઓને માનસિક ઠેસ પહોંચાડી હતી.

FIR નંબર 5: નમાઝ પઢવા અને માંસ ખાવા દબાણ (ધર્મ પરિવર્તન)

  • સમયગાળો: 2022 થી માર્ચ 2026
  • આરોપી: તૌસીફ અત્તર, દાનિશ, શાહરૂખ શેખ અને રઝા મેમણ
  • વિગત: આ સૌથી ગંભીર ફરિયાદ છે. આરોપીઓએ સાથે મળીને પીડિતા પર નમાઝ પઢવા માટે દબાણ કર્યું હતું અને તેને બળજબરીથી માંસ ખાવા માટે મજબૂર કરી હતી. હિન્દુ ધર્મનું અપમાન કરી તેને ઈસ્લામ અંગીકાર કરવા માટે ધાક-ધમકી આપવામાં આવી હતી.

FIR નંબર 6: શરીર પર અશ્લીલ ટિપ્પણીઓ

  • સમયગાળો: સપ્ટેમ્બર 2024 થી ફેબ્રુઆરી 2026
  • આરોપી: આસિફ અંસારી, શફી શેખ અને તૌસીફ અત્તર
  • વિગત: આસિફ અંસારી અને શફી શેખ મહિલા કર્મચારીના શારીરિક અંગો વિશે અશ્લીલ કોમેન્ટ્સ કરતા અને ખોટી રીતે સ્પર્શ કરતા હતા. તૌસીફે આ દરમિયાન ધાર્મિક લાગણી દુભાવવાનું ચાલુ રાખ્યું હતું.

FIR નંબર 7: પીછો કરવો અને છેડતી

  • સમયગાળો: જૂન 2025 થી માર્ચ 2026
  • આરોપી: આસિફ અંસારી, શાહરૂખ કુરેશી, રઝા મેમણ, તૌસીફ અત્તર અને શફી શેખ
  • વિગત: આ આરોપીઓનું જૂથ મહિલા કર્મચારીનો પીછો કરતું, જાહેરમાં તેની છેડતી કરતું અને બિભત્સ ટિપ્પણીઓ કરીને માનસિક રીતે ટોર્ચર કરતું હોવાનો આરોપ છે.

FIR નંબર 8: બળજબરીથી લગ્નનો પ્રસ્તાવ

  • સમયગાળો: જાન્યુઆરી 2025 થી અત્યાર સુધી
  • આરોપી: રઝા મેમણ અને શફી શેખ
  • વિગત: પીડિતાની મરજી વિરૂદ્ધ તેની સાથે ખાનગી વાતો કરવી, વારંવાર લગ્નનો પ્રસ્તાવ મૂકવો અને શારીરિક સંબંધ બાંધવા માટે દબાણ કરવું. ના પાડવા પર આરોપીઓએ પીડિતાના શરીર પર વાંધાજનક ટિપ્પણીઓ કરી હતી.

FIR નંબર 9: માનસિક દબાણ અને દેખરેખ

  • સમયગાળો: જાન્યુઆરી 2026 થી 1 એપ્રિલ 2026
  • આરોપી: રઝા મેમણ અને શાહરૂખ કુરેશી
  • વિગત: પીડિતાની દરેક હિલચાલ પર નજર રાખવી (Stalking), તેને અશ્લીલ ઈશારા કરવા અને તેની અંગત જિંદગીમાં સતત દખલગીરી કરી તેને માનસિક રીતે તોડી નાખવાનો પ્રયાસ કરવો.

તપાસની સ્થિતિ

આ કેસમાં અશ્વિની ચૈનાની (HR હેડ) ની ધરપકડ કરાઈ છે, અને તેને 15 એપ્રિલ સુધી પોલીસ કસ્ટડીમાં રાખવામાં આવી હતી. SIT હવે આ મામલે વિદેશી ફંડિંગ અને મોટા નેટવર્ક ના એંગલથી તપાસ કરી રહી છે. મુખ્ય આરોપી નિદા ખાન હજુ પણ પોલીસ પકડથી દૂર છે.

કંપનીના ઉચ્ચ અધિકારીઓની સંડોવણી?

આ સમગ્ર મામલામાં કંપનીની HR હેડ અશ્વિની ચૈનાની ની ભૂમિકા શંકાના દાયરામાં છે. આરોપ છે કે, જ્યારે પીડિતાએ ફરિયાદ કરી ત્યારે ચૈનાનીએ એક્શન લેવાને બદલે તેને એમ કહીને ચૂપ કરી દીધી હતી કે, શું તારે ફેમસ થવું છે?. પોલીસ તપાસમાં અશ્વિની અને મુખ્ય આરોપી તૌસીફ વચ્ચે છેલ્લા બે વર્ષમાં 38 વાર વાતચીત થઈ હોવાના પુરાવા મળ્યા છે. હાલ અશ્વિની પોલીસ કસ્ટડીમાં છે, જ્યારે નિદા ખાન હજુ ફરાર છે.

78 ઈમેઈલની તપાસ

પોલીસ કંપનીના સર્વરમાંથી મોકલવામાં આવેલા 78 ઈમેઈલ ની પણ તપાસ કરી રહી છે. આ ઈમેઈલ ઓફિશિયલ હતા કે, ષડયંત્રનો ભાગ તે જાણવા માટે સાયબર એક્સપર્ટની મદદ લેવામાં આવી રહી છે. નાસિક કોર્ટે આરોપીઓની કસ્ટડી લંબાવી છે અને પોલીસ આ સંગઠિત ગુનાના તમામ છેડા ફંફોસી રહી છે.

મુખ્ય આરોપી ફરાર

SIT ને મોટા પાયે નેટવર્ક હોવાની શંકા છે. તપાસ એજન્સીઓ હવે આ કેસમાં વિદેશી ભંડોળના પાસાની પણ તપાસ કરી રહી છે. શંકાસ્પદોના બેંક એકાઉન્ટ્સ, ઇમેઇલ્સ, કોલ રેકોર્ડ્સ અને વોટ્સએપ ચેટ્સની કડક તપાસ કરવામાં આવી રહી છે. આ કેસ હવે જાતીય શોષણ અને કથિત ધાર્મિક પરિવર્તનના આરોપો સાથે સંકળાયેલા મોટા નેટવર્ક તરફ ઇશારો કરે છે. તપાસ ચાલુ છે, અને નજીકના ભવિષ્યમાં વધુ ખુલાસાઓ થવાની અપેક્ષા છે.


આ પણ વાંચો - TCS Nashik: સેક્સ્યુઅલ હેરેસમેન્ટ અને ધાર્મિક દબાણના ગંભીર આરોપો બાદ હડકંપ, કર્મચારીઓને 'વર્ક ફ્રોમ હોમ'નો આદેશ


  • Follow us on: