અમેરિકાના રાષ્ટ્રપતિ ડૉનાલ્ડ ટ્રમ્પે જ્યારથી સત્તા સંભાળી છે. ત્યારથી તેઓ પોતાની આક્રમક નીતિઓ દુનિયાભરમાં લાગૂ કરી રહ્યા છે. પોતાના શરતો મુજબ આંતરરાષ્ટ્રીય બજારોમાં હલચલ મચાવી રહ્યા છે. હવે અમેરિકાએ ભારત પર 50 ટકા ટેરિફ લગાવી પોતાની મનમાની ચલાવી છે. જેને લઇને ભારત સખ્ત થયુ છે. અને પોતાના ડિપ્લોમસી અંદાજમાં જવાબ આપ્યો છે.


ભારતનું સખ્ત વલણ

અમેરિકાના રાષ્ટ્રપતિ પોતાની મનમાની ચલાવવા માટે અન્ય દેશો પર દબાણ વધારી રહ્યા છે. તેવામાં ભારતે પોતાનો અલગ અંદાજ દર્શાવવાનું શરુ કર્યુ છે. ભારતે જણાવ્યુ છે કે, આ રમતથી અલગ જ રહેવું જોઇએ. પોતાના લોકોને વિશ્વાસ આપવવો જોઇએ કે તેઓ તેમના સાથે ઉભા છે. પીએમ મોદી ડૉનાલ્ડ ટ્રમ્પને આડકતરી રીતે આ મુજબ જ જવાબ આપ્યો હતો. ભારતની આ રણનીતિ અમેરિકા માટે મુશ્કેલી સર્જી શકે છે.

ભારતનું બ્રાઝીલને સમર્થન

ભારતની એકતા વાળી યુક્તિ અન્ય દેશો માટે ફાયદાકારક તો અમેરિકા માટે નુકસાનકારક સાબિત થઇ શકે છે. જ્યારે અમેરિકાએ ભારત પર વધુ પડતા 25 ટકા ટેરિફની જાહેરાત કરી ત્યારે ભારતે અમેરિકાને જવાબ આપવાના સ્થાને અન્ય દેશો સાથે વાતચીત કરવાનું વધુ યોગ્ય સમજ્યુ હતુ. પીએમ મોદીએ બ્રાઝીલના રાષ્ટ્રપતિ લુઇસ ઇનાસિયો લૂલા ડા સિલ્વા સાથે વાતચીત કરી હતી. અમેરિકાએ ભારત અને બ્રાઝીલ પર 50 ટકા ટેરિફ લગાવ્યા છે. ત્યારે આ સમયે ભારતે બ્રાઝીલ સાથે ઉભા રહીને અમેરિકા સામે મજબૂત પગલા લેવાની તૈયારી દર્શાવી છે. પીએમ મોદી ટૂંક સમયમાં ચીનની મુલાકાતે જશે. જે અમેરિકા માટે ચિંતા સર્જી શકે છે. તો આ તરફ, પુતિન પણ ભારત આવવા માટે તૈયારીઓ કરી રહ્યા છે.

ટ્રમ્પ લઇ શકે છે યૂ-ટર્ન

ભારતને જાણે છે કે, અમેરિકા ગમે ત્યારે યૂ-ટર્ન લઇ શકે છે. તેવામાં રાહ જોવી એ સૌથી સારી કૂટનીતિ હોય શકે છે. જો ટ્ર્મ્પ અને પુતિનની મુલાકાત થાય છે અને યૂક્રેન-રશિયા યુદ્ધ સમાપ્ત થાય છે. તો ભારત સામે ટ્રમ્પનો વિરોધ પણ ખત્મ થઇ જશે. ભૂતકાળની ઘટના પર નજર કરીએ તો અમેરિકા એ જ ભારતને રશિયા પાસેથી તેલ ખરીદવા માટે પ્રોત્સાહન આપ્યુ હતુ. ભારતે જણાવ્યુ છે કે, અમેરિકા સાથે વેપાર ત્યારે જ કરવામાં આવશે. જ્યારે દેશ હિત સિદ્ધ થતુ હશે. 

  • Follow us on: