પંજાબના પૂર્વ મુખ્યમંત્રી કેપ્ટન અમરિન્દર સિંહની કોંગ્રેસમાં વાપસીની ચર્ચાઓ લાંબા સમયથી જોરો પર છે,જોકે હાલ આ અંગે સસ્પેન્સ યથાવત છે.સોમવારે નવી દિલ્હીમાં સોનિયા ગાંધીની પુસ્તક બિલોંગિંગ:એ જર્ની ઓફ લવનું વિમોચન કરવામાં આવ્યું હતું.આ કાર્યક્રમમાં પાર્ટીના વરિષ્ઠ નેતાઓ ઉપરાંત ઇન્ડિયા ગઠબંધનના અનેક દિગ્ગજ નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા.આ દરમિયાન હાલ ભારતીય જનતા પાર્ટીના સભ્ય એવા કેપ્ટન અમરિન્દર સિંહની આ કાર્યક્રમમાં ઉપસ્થિતિ ભારે ચર્ચાનો વિષય બની છે.કારણ કે એવી અટકળો લગાવવામાં આવી રહી છે કે તેઓ પંજાબ ચૂંટણી પહેલા કોંગ્રેસમાં વાપસી કરી શકે છે.
પંજાબના રાજકારણમાં નવી ચર્ચાઓ જગાવી
ગાંધી પરિવારના આ કાર્યક્રમમાં કેપ્ટનની હાજરી એવા સમયે સામે આવી છે. જ્યારે સોનિયા ગાંધીના પુસ્તકના દાવાઓને લઈને ભાજપ કોંગ્રેસ પર હુમલો કરી રહી છે. અગાઉ પણ કેપ્ટન ભાજપમાં પોતાની ઉપેક્ષા અને કોંગ્રેસના વખાણ કરતા રહ્યા છે.તેઓ ગાંધી પરિવારના અત્યંત નજીકના રહ્યા છે, જેથી આ મુલાકાતે પંજાબના રાજકારણમાં નવી ચર્ચાઓ છેડી દીધી છે.તાજેતરમાં જ પંજાબ કોંગ્રેસના નવા પ્રભારી સચિન પાયલટે કેપ્ટનને લઈને મોટું નિવેદન આપતા કહ્યું હતું કે તેમનું કદ ખૂબ મોટું છે અને રાજકારણમાં કંઈ પણ શક્ય છે.
