UAE માં ભારતીય દૂતાવાસે કેપ્ટન સ્મિતના સ્વાસ્થ્ય અંગે અપડેટ જાહેર કર્યું છે. તેમાં જણાવ્યું છે કે તેમની તબિયતમાં સુધારો થઈ રહ્યો છે. સોશિયલ મીડિયા એક્સ પર દૂતાવાસે પોતાના નિવેદનમાં લખ્યું છે કે ભારતીય બહાદુર કેપ્ટન સ્મિતની ઉત્તમ મેડિકલ દેખરેખ અને સારવાર ચાલી રહી છે. તેઓ ઝડપથી સાજા થઈ રહ્યા છે અને તેમની તબિયતમાં સુધારો જોવા મળી રહ્યો છે.
પરિવારના સંપર્કમાં દૂતાવાસ
પોસ્ટમાં આગળ કહેવામાં આવ્યું છે કે, અમે તેમના પરિવાર અને સ્થાનિક સત્તાવાળાઓ સાથે સતત સંપર્કમાં છીએ. ઝડપથી સાજા થવા માટે દરેક પ્રકારની મદદ પૂરી પાડી રહ્યા છીએ. કેપ્ટન સ્મિતની સારસંભાળ માટે અમે UAE સરકારનો ખૂબ-ખૂબ આભાર માનીએ છીએ. તેમના સારા સ્વાસ્થ્ય માટે પ્રાર્થના કરી રહેલા તમામ શુભચિંતકો સાથે અમે પણ જોડાયેલા છીએ. આ પહેલાંની પોસ્ટમાં એમ્બેસીએ પીએમ મોદી અને ફ્લાયદુબઈના કેપ્ટન સ્મિત મછાર વચ્ચેની એક ભાવુક અને યાદગાર મુલાકાતનો વીડિયો પણ શેર કર્યો હતો.
https://twitter.com/IndembAbuDhabi/status/2106282643314938055
શું થયું હતું 30 સપ્ટેમ્બરના રોજ?
30 સપ્ટેમ્બર 2026 ના રોજ દુબઈથી તેલ અવીવ જઈ રહેલી ફ્લાયદુબઈની ફ્લાઈટ નંબર FZ1073 તે સમયે ચર્ચામાં આવી, જ્યારે એક ભારતીય પાઈલટની બહાદુરીના કારણે 174 મુસાફરોના જીવ બચી ગયા. આ સમગ્ર ઘટનાના અસલી હીરો બનીને ઉભરેલા સ્મિત હુમલાખોરના હુમલામાં ઘાયલ થયા હતા. ઓમાની સહાયક પાઈલટે હુમલો કરીને કેપ્ટન પર કોકપિટમાં રાખેલી કુહાડીથી વાર કર્યો અને પ્લેન હાઈજેક કરવાનો પ્રયાસ કર્યો હતો. 30 સેકન્ડની અંદર આખું પ્લેન 1400 ફૂટ નીચે આવી ગયું હતું, જેથી મુસાફરોમાં ગભરાટ ફેલાઈ ગયો હતો.

બેભાન થતાં પહેલાં ખોલ્યો કોકપિટનો દરવાજો
સ્મિતે અદભુત બહાદુરી બતાવીને બેભાન થતાં પહેલાં જ કોકપિટનો દરવાજો ખોલી નાખ્યો, અને પ્લેન પર કંટ્રોલ મેળવીને તેનું સુરક્ષિત લેન્ડિંગ કરાવ્યું. આ દરમિયાન તેઓ સતત હનુમાન ચાલીસાના પાઠ કરી રહ્યા હતા. આ વાત પોતે સ્મિતે મીડિયાને જણાવી છે. આ દરમિયાન કેટલાક મુસાફરોની ભૂમિકા પણ ખૂબ મહત્વની રહી હતી. કોકપિટનો દરવાજો ખૂલતાં જ પ્લમ્બર અને ડેન્ટિસ્ટે પણ પાઈલટ ક્રૂની મદદ કરી હતી.
આ પણ વાંચો-Shah Rukh Khanની મેનેજર પૂજા દદલાનીએ ખરીદ્યા 38 કરોડમાં ત્રણ આલીશાન એપાર્ટમેન્ટ્સ, નેટવર્થ જાણી દંગ રહી જશો!