CBIને મોટી સફળતા મળી છે. લગભગ 23 વર્ષથી ફરાર આરોપી મોનિકા કપૂરને અમેરિકાથી કસ્ટડીમાં ભારત લાવવામાં આવી રહી છે. આ કાર્યવાહી 9 જુલાઈ 2025 ના રોજ પૂર્ણ થઈ હતી. મોનિકા કપૂર 2002 ના આયાત-નિકાસ છેતરપિંડીના કેસમાં મુખ્ય આરોપી હતી.
સરકારને 1.44 કરોડ રૂપિયાનું નુકસાન થયું હતું
મોનિકા ઓવરસીઝના માલિક મોનિકા કપૂરે તેના બે ભાઈઓ રાજન ખન્ના અને રાજીવ ખન્ના સાથે મળીને શિપિંગ બિલ, ઇન્વોઇસ અને બેંક પ્રમાણપત્રો જેવા નકલી નિકાસ દસ્તાવેજો તૈયાર કર્યા હતા. આ નકલી દસ્તાવેજોના આધારે, તેમણે 1998 માં 6 રિપ્લેનિશમેન્ટ લાઇસન્સ મેળવ્યા હતા, જેની મદદથી 2.36 કરોડ રૂપિયાનું ડ્યુટી-ફ્રી સોનું આયાત કરવામાં આવ્યું હતું. આ પછી, આ લાઇસન્સ અમદાવાદ સ્થિત કંપની ડીપ એક્સપોર્ટ્સને પ્રીમિયમ પર વેચવામાં આવ્યા હતા. ડીપ એક્સપોર્ટ્સે તેનો ઉપયોગ સોનાની આયાત કરવા માટે કર્યો હતો, જેના કારણે સરકારને 1.44 કરોડ રૂપિયાનું નુકસાન થયું હતું.
14 લાઇસન્સ બીજી કંપનીને વેચી દીધા,
શું છે તે મ? આ કેસ 1999નો છે. એવો આરોપ છે કે મોનિકા કપૂર અને તેના બે ભાઈઓ રાજન અને રાજીવ ખન્નાએ સાથે મળીને નકલી નિકાસ દસ્તાવેજો તૈયાર કર્યા હતા. આ નકલી કાગળોની મદદથી, તેમણે ભારત સરકાર પાસેથી 16 'રિપ્લેશમેન્ટ લાઇસન્સ' મેળવ્યા હતા. તેમણે આમાંથી 14 લાઇસન્સ બીજી કંપનીને વેચી દીધા, જેણે તેનો ઉપયોગ કોઈપણ કસ્ટમ ડ્યુટી વિના સોનાની આયાત કરવા માટે કર્યો. આ છેતરપિંડીને કારણે, ભારત સરકારને લગભગ 6.8 લાખ ડોલર એટલે કે લગભગ 5.5 કરોડ રૂપિયાનું નુકસાન થયું.
મોનિકા કપૂરના પ્રત્યાર્પણની વિનંતી 2010 માં મોકલવામાં આવી હતી
CBIએ 2010 માં અમેરિકાથી મોનિકા કપૂરના પ્રત્યાર્પણ માટે વિનંતી મોકલી હતી. લાંબી કાનૂની પ્રક્રિયા અને અમેરિકન એજન્સીઓ સાથે સતત સંકલન પછી, આખરે તેને ભારત લાવવામાં આવી. સીબીઆઈની ટીમ પોતે અમેરિકા ગઈ હતી અને તેને કસ્ટડીમાં લઈને ભારત પરત આવી હતી. હવે મોનિકા કપૂરને ભારતની કોર્ટમાં રજૂ કરવામાં આવશે. જ્યાં તે તેના પર લાગેલા આરોપોનો સામનો કરશે.












