25 ઓક્ટોબરથી લઇને 28 ઓક્ટોબર સુધી આ મહાપર્વ દરમિયાન રાજ્યના 30 જિલ્લામાં 100થી વધુ લોકોના ડૂબી જવાથી મોત થયા હતા.

ઉજવણી સાથે માતમનો માહોલ

દર વર્ષની જેમ આ વર્ષે પણ છઠ મહાપર્વ ધામધૂમપૂર્વક ઉજવવામાં આવ્યો હતો. 25 ઓક્ટોબરે નહાય-ખાયની સાથે શરુ થઇને 28 ઓક્ટોબરના ઉષા અર્ધ્યની સાથે પૂર્ણ કરવામાં આવે છે. આ દરમિયાન બિહારના કેટલાય જિલ્લામાંથી દુર્ઘટનાના સમાચાર સામે આવ્યા હતા. જેમાં 100થી વધુ લોકોના મોત થયા હતા. તો કેટલાય લોકો ગુમ થયા હતા. આ વખતે છઠ મહાપર્વ બિહારના કેટલાક લોકોના પરિવાર માટે દુઃખ લઇને આવ્યો હતો.

100થી વધુ લોકોના મોત

25 ઓક્ટોબરથી લઇને 28 ઓક્ટોબર સુધી આ મહાપર્વ દરમિયાન રાજ્યના 30 જિલ્લામાં 100થી વધુ લોકોના ડૂબી જવાથી મોત થયા હતા. સૌથી વધુ 11 લોકોના મોત પટનામાં થયા હતા. નાલંદામાં 8, વૈશાલીમાં 7, ઔરંગાબાદમાં 5, ગાયજીમાં 4, નૌબતપુરમાં 1, બિહટામાં 2, મોકામામાં 3, મનેરમાં 2, પુરમાં તણાઇને 3 લોકોએ જીવ ગુમાવ્યા હતા. ઉત્તર બિહારમાં 24 લોકો ડુબ્યા હતા. જેમાંથી 22ના મોત થયા હતા. અને એક વ્યક્તિ ગુમ થયો હતો. એક વ્યક્તિને બચાવી લેવાયો હતો.

દુઃખનો માહોલ સર્જાયો

જેશમાં સૌથી વધુ ઉત્સાહપૂર્વક બિહારમાં છઠનો મહાપર્વ ઉજવવામાં આવે છે. દેશ-વિદેશના કોઇપણ ખૂણામાં બિહારના વધુમાં વધુ શ્રમિકો જોવા મળે છે. અને છઠ પર્વ દરમિયાન તેઓ પોતાનમા માદરે વતન જરુરથી જાય છે. આ વખતે 30 જિલ્લામાં 100થી વધુ લોકોના મોત થતા દુઃખનો માહોલ જોવા મળ્યો હતો. 

  • Follow us on: