લોક આસ્થા અને સૂર્ય ઉપાસનાના મહાપર્વ છઠની દેશભરમાં ભક્તિભાવપૂર્વક પૂર્ણાહુતિ થઈ છે. ચાર દિવસ સુધી ચાલતી આ કઠિન તપસ્યાના છેલ્લા દિવસે વહેલી સવારે ભક્તોએ ઉગતા સૂર્યને 'ઉષા અર્ઘ્ય' અર્પણ કર્યું હતું. આ સાથે જ વ્રતધારીઓએ ૩૬ કલાકના નિર્જળા ઉપવાસનું પારણાં કરીને સમાપન કર્યું હતું. બિહારની રાજધાની પટના સહિત દેશભરના વિવિધ શહેરોમાં નદીઓ અને જળાશયોના ઘાટ પર અદ્ભુત અને ભવ્ય નજારો જોવા મળ્યો હતો.
PM મોદીએ દેશવાસીઓને પાઠવી હાર્દિક શુભેચ્છાઓ
આ પવિત્ર અવસરે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશવાસીઓને હાર્દિક શુભેચ્છાઓ પાઠવી હતી અને છઠી મૈયાને પ્રાર્થના કરી હતી. પીએમ મોદીએ સોશિયલ મીડિયા પર પોતાના સંદેશમાં જણાવ્યું હતું કે, "છઠના મહાન તહેવારની ચાર દિવસીય વિધિ આજે ઉગતા સૂર્ય દેવને અર્ઘ્ય અર્પણ સાથે પૂર્ણ થઈ છે. પ્રકૃતિને સમર્પિત આ દિવ્ય તહેવારમાં દૃઢ નિશ્ચય અને આધ્યાત્મિક સાધનાનો અદ્ભુત સંગમ જોવા મળ્યો છે. હું છઠી મૈયાને પ્રાર્થના કરું છું કે તેઓ દેશભરના તમામ ભક્તો તેમજ આપણા પરિવારના દરેક સભ્ય પર તેમના વિશેષ આશીર્વાદ બનાવી રાખે."
https://x.com/narendramodi/status/2122134786148045311?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E2122134786148045311%7Ctwgr%5E%7Ctwcon%5Es1_c10&ref_url=
