છત્તીસગઢ રાજ્યના કાંકેર અને નારાયણપુરા જિલ્લાની સરહદ પર ડી-માઈનિંગ ઓપરેશન દરમિયાન થયેલા IED બ્લાસ્ટમાં DRGના ત્રણ જવાન શહીદ થયા છે, જ્યારે એક જવાન ઘાયલ થયો છે. આ ઘટના છોટેબેઠિયા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા જંગલ વિસ્તારમાં બની. મળતી માહિતી મુજબ, DRGની ટીમ નક્સલીઓ દ્વારા લગાવવામાં આવેલા IED શોધવા અને નિષ્ક્રિય કરવા માટે સર્ચ ઓપરેશન ચલાવી રહી હતી.

કોરોસકોડા વિસ્તારમાં અચાનક વિસ્ફોટ થયો

આ દરમિયાન કોરોસકોડા વિસ્તારમાં અચાનક વિસ્ફોટ થયો, જેના કારણે જવાનો તેની ચપેટમાં આવી ગયા. મળતી માહિતી મુજબ સર્ચિંગ અને ડી-માઈનિંગ દરમિયાન અકસ્માતવશ IED બ્લાસ્ટ થયો હતો. વિસ્ફોટમાં ઈન્સ્પેક્ટર સુખરામ વટ્ટી, કોન્સ્ટેબલ કૃષ્ણા કોમરા અને કોન્સ્ટેબલ સંજય ગઢપાલે ગંભીર રીતે ઘાયલ થયા હતા અને બાદમાં તેઓ શહીદ થયા. જ્યારે કોન્સ્ટેબલ પરમાનંદ કોમરા ઘાયલ છે અને તેમને સારવાર આપવામાં આવી રહી છે.

સુરક્ષા દળોએ અગાઉ અનેક IED શોધીને નિષ્ક્રિય કર્યા હતા

આ ઘટના પર દુઃખ વ્યક્ત કરતાં બસ્તર રેન્જના આઈજીએ જણાવ્યું કે છેલ્લા કેટલાક મહિનાઓથી મળતી માહિતીના આધારે નક્સલ વિરોધી અભિયાન ચાલી રહ્યું છે. સુરક્ષા દળોએ અગાઉ અનેક IED શોધીને નિષ્ક્રિય કર્યા હતા, પરંતુ આજની ઘટના દુર્ભાગ્યપૂર્ણ છે. આ બનાવ બાદ સમગ્ર વિસ્તારમાં સુરક્ષા વધુ કડક કરવામાં આવી છે અને સર્ચ ઓપરેશન વધુ તેજ બનાવાયું છે.

આ પણ વાંચો : West Bengal Election Result: બંગાળમાં EVM વિવાદ વચ્ચે ચૂંટણી પંચનું મોટું પગલું: 165 વધારાના કાઉન્ટિંગ અને 77 પોલીસ ઓબ્ઝર્વર તૈનાત