SIR (સિસ્ટમેટિક આઈડેન્ટિફિકેશન એન્ડ રિમૂવલ) મુદ્દે ચૂંટણી પંચ અને મુખ્ય ચૂંટણી કમિશનર સામે મનમાનીના આરોપો વચ્ચે, 'કોકરોચ જનતા પાર્ટી' (CJP) સતત તેમના રાજીનામાની માંગ કરી રહી છે. પાર્ટીએ જાહેરાત કરી છે કે જો મુખ્ય ચૂંટણી કમિશનર (CEC) જ્ઞાનેશ કુમાર શનિવાર સુધીમાં રાજીનામું નહીં આપે તો ૨ ઓક્ટોબરથી દેશવ્યાપી વિરોધ પ્રદર્શન શરૂ કરવામાં આવશે. 

2 ઓક્ટોબરે મળીશું- સીજેપી 

આ ચીમકીને પગલે લોકો જંતર-મંતર ખાતે એકઠા થવાનું શરૂ કરી ચૂક્યા છે. સ્થળ પર યુવાનોના એકત્રીકરણનો વીડિયો શેર કરતા CJPએ લખ્યું, "હવે અમારા હૃદયમાં શહીદીની ભાવના ભરેલી છે. અમે જોવા માંગીએ છીએ કે જલ્લાદના હાથમાં કેટલી તાકાત છે. તમે પણ તૈયાર થઈ જજો. 2 ઓક્ટોબરે મળીશું." 

આરોપ લાગ્યા હોય તો સ્પષ્ટતા કરવી જોઇે- ચિરાગ પાસવાન 

નોંધનીય છે કે CJPએ શરૂઆતમાં CEC જ્ઞાનેશ કુમારને 48 કલાકનું અલ્ટીમેટમ આપ્યું હતું. જોકે, બાદમાં યોજનામાં ફેરફાર કરવામાં આવ્યો અને વિરોધ પ્રદર્શન માટે ગાંધી જયંતિ એટલે કે 2 ઓક્ટોબરની તારીખ નક્કી કરવામાં આવી. આ દરમિયાન, NDAની અંદર પણ ચૂંટણી પંચ અંગે ચિંતાઓ વ્યક્ત કરવામાં આવી છે. માત્ર એક દિવસ પહેલા જ ચિરાગ પાસવાને કહ્યું હતું કે જો આરોપો લાગ્યા હોય, તો CECએ આગળ આવીને પોતાનો પક્ષ રજૂ કરવો જોઈએ.

https://twitter.com/Cockroachisback/status/2103409881361621150

આરોપો શું છે?

ઈન્ડિયન એક્સપ્રેસ'ના એક અહેવાલમાં જણાવાયું છે કે છેલ્લા દસ મહિનામાં બે ચૂંટણી કમિશનરોએ મુખ્ય ચૂંટણી કમિશનરના નિર્ણયો સામે વાંધો ઉઠાવ્યો હતો પરંતુ તેમના વાંધાઓ પર ધ્યાન આપવામાં આવ્યું ન હતું. આ પછી કોંગ્રેસ પાર્ટીએ ચૂંટણી પંચ સામે આક્રમક વલણ અપનાવ્યું અને શુક્રવારે અનેક શહેરોમાં પાર્ટીના કાર્યકરો રસ્તા પર ઉતરી આવ્યા હતા.

 કોલકાતા, મુંબઈ, લખનૌ, બેંગલુરુ, દેહરાદૂન અને દિલ્હીમાં ચૂંટણી પંચની કચેરીઓ બહાર દેખાવો યોજાયા હતા, જેના પરિણામે ઘણા કાર્યકરોની અટકાયત કરવામાં આવી હતી.

CJPની માંગ શું છે?

'ફિક્સ ધ ઈલેક્શન કમિશન' (ચૂંટણી પંચમાં સુધારો કરો) અભિયાન શરૂ કરતી વખતે, પાર્ટીના સંયોજક અભિજીત દીપકે અને સહ-સંયોજકો સૌરવ દાસ અને આશુતોષ રંકાએ આરોપ લગાવ્યો હતો કે SIR (સિસ્ટમેટિક આઈડેન્ટિફિકેશન એન્ડ રિમૂવલ) પ્રક્રિયાને કારણે 30 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં મતદાર યાદીના ડ્રાફ્ટમાંથી 13 કરોડથી વધુ માન્ય નામો દૂર કરવામાં આવ્યા છે.

 તેમણે ચૂંટણી પંચ પાસે એવી માંગણી કરી કે મતદાર યાદીમાંથી દૂર કરવામાં આવેલું દરેક નામ કાયદેસર, પારદર્શક અને સમીક્ષા કરી શકાય તેવી પ્રક્રિયા દ્વારા જ દૂર કરવામાં આવ્યું હતું તે સાબિત કરવામાં આવે. CJPએ મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારના તાત્કાલિક રાજીનામાની તેમજ SIR પ્રક્રિયા દરમિયાન લેવાયેલા નિર્ણયોની સ્વતંત્ર તપાસની માંગ કરી છે.

આ ઉપરાંત પક્ષે નામ દૂર કરવાની પ્રક્રિયા તાત્કાલિક અટકાવવાની, ચકાસણી પૂર્ણ ન થાય ત્યાં સુધી જાન્યુઆરી ૨૦૨૫ની મતદાર યાદી પુનઃસ્થાપિત કરવાની અને તમામ સંબંધિત રેકોર્ડ્સ સુપ્રીમ કોર્ટ અથવા સ્વતંત્ર ન્યાયિક સમિતિ સમક્ષ રજૂ કરવાની માંગ કરી હતી.

સંસ્થાએ મુખ્ય ચૂંટણી કમિશનર અને અન્ય કમિશનરોની નિમણૂકને લગતા 2023ના કાયદાને રદ કરવાની પણ માંગ કરી અને તેના બદલે એક નવી, પારદર્શક વ્યવસ્થા ઊભી કરવાનો આગ્રહ કર્યો... જેથી નાગરિક સમાજની વ્યાપક ભાગીદારી સુનિશ્ચિત કરી શકાય.

આ પણ વાંચો TRAI new Rules for Telecom Companies: મોબાઇલ યુઝર્સ માટે મોટી ખુશખબર! ડેટા વગર પણ મળશે સસ્તું રિચાર્જ