દેશની રાજધાની દિલ્હીમાં હાલમાં NEET પેપર લીક અને બેરોજગારી જેવા ગંભીર મુદ્દાઓને લઈને 'કોકરોચ જનતા પાર્ટી' (CJP) દ્વારા કરવામાં આવેલા વિરોધ પ્રદર્શને રાજકીય ગરમાવો વધારી દીધો છે. ૨૦ જુલાઈ, ૨૦૨૬ ના રોજ શરૂ થયેલી સંસદ માર્ચ દરમિયાન દિલ્હી પોલીસે કડક વલણ અપનાવતા વિરોધીઓ પર લાઠીચાર્જ કર્યો હતો, જેના પરિણામે કનોટ પ્લેસ અને રાયસીના રોડ જેવા મહત્વના વિસ્તારોમાં ટ્રાફિક બ્લોક થઈ ગયો હતો.
અભિજીત દીપકે ભૂખ હડતાળ સમેટી
આ આંદોલનનું નેતૃત્વ કરી રહેલા CJP ના સ્થાપક મ અઢી દિવસની ભૂખ હડતાળ બાદ આખરે પોતાની હડતાળ સમાપ્ત કરી છે. પાર્ટીના પ્રવક્તા સૌરભ દાસે દાવો કર્યો છે કે, સરકાર સાથે વાતચીતનો માર્ગ ખૂલ્યો છે અને જેપી નડ્ડા તેમની સાથે મંત્રણા કરવા માટે સંમત થયા છે. આ આંદોલનમાં માત્ર દિલ્હી જ નહીં, પરંતુ સમગ્ર દેશમાંથી વિદ્યાર્થીઓ, સ્પર્ધાત્મક પરીક્ષાના ઉમેદવારો અને તેમના વાલીઓ મોટી સંખ્યામાં જંતર-મંતર ખાતે એકઠા થયા હતા.
પ્રદર્શનકારીઓ સંસદ નજીક પહોંચ્યા
સંસદનું ચોમાસુ સત્ર પણ ચાલુ હોવાથી, દિલ્હી પોલીસ અને ગુપ્તચર એજન્સીઓ અત્યંત એલર્ટ મોડ પર છે. સુરક્ષા વ્યવસ્થાને વધુ કડક બનાવવા માટે જંતર-મંતર, સંસદ સ્ટ્રીટ, સેન્ટ્રલ વિસ્ટા અને કનોટ પ્લેસ સહિતના વિસ્તારોમાં ત્રિ-સ્તરીય સુરક્ષા ગ્રીડ ગોઠવવામાં આવી છે. આ સુરક્ષામાં દિલ્હી પોલીસના બે સ્તર અને અર્ધલશ્કરી દળોનો એક સ્તર સામેલ છે, જે કોઈપણ અનિચ્છનીય ઘટનાને રોકવા માટે સ્ટેન્ડબાય પર છે.
https://twitter.com/yasarullah/status/2079084240453734502
કલમ 163 લાગુ
નવી દિલ્હીના ડીસીપી સચિન શર્માએ સ્પષ્ટ કર્યું છે કે આ વિરોધ કૂચ માટે કોઈ પણ પ્રકારની મંજૂરી આપવામાં આવી ન હતી. કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે નવી દિલ્હી વિસ્તારમાં 'ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા' (BNSS) ની કલમ 163(અગાઉની 144) લાગુ કરવામાં આવી છે. આ આદેશ મુજબ, પાંચ કે તેથી વધુ લોકોના એકઠા થવા, સરઘસ કાઢવા કે ધરણા કરવા પર સંપૂર્ણ પ્રતિબંધ છે. પોલીસે ચેતવણી આપી છે કે જે કોઈ પણ આ નિયમોનું ઉલ્લંઘન કરશે, તેમની સામે BNSS ની કલમ ૨૨૩ હેઠળ કડક કાનૂની કાર્યવાહી કરવામાં આવશે.
પરિસ્થિતિ તણાવપૂર્ણ
હાલમાં પરિસ્થિતિ તણાવપૂર્ણ છે, પરંતુ પોલીસ દ્વારા સતત દેખરેખ રાખવામાં આવી રહી છે. નાગરિકોને અપીલ કરવામાં આવી છે કે તેઓ શાંતિ જાળવે અને અનધિકૃત પ્રદર્શનોથી દૂર રહે. આ આંદોલન હવે કઈ દિશામાં વળશે અને સરકાર સાથેની વાતચીતનું શું પરિણામ આવશે, તેના પર સમગ્ર દેશની નજર ટકેલી છે.
આ પણ વાંચોઃ CJP Protest: માત્ર સીજેપી નહીં આ પહેલા પણ થઇ ચૂક્યા છે અનેક આંદોલનો,જેણે બદલી નાખી દેશની દિશા