ભારતનું લોકશાહી માળખું તેના નાગરિકોની જાગૃતતા અને આંદોલનો પર ટકેલું છે. તાજેતરમાં સોનમ વાંગચુકની આગેવાનીમાં શરૂ થયેલું 'વંદો આંદોલન' યુવાનોની શિક્ષણ અને રોજગાર પ્રત્યેની ચિંતા વ્યક્ત કરે છે. આ આંદોલન આપણને યાદ અપાવે છે કે જ્યારે પણ સમાજમાં અસંતોષ કે અન્યાય વધે છે, ત્યારે જનઆંદોલનો જ સરકારને નીતિઓમાં સુધારા કરવા મજબૂર કરે છે.
અન્ય આંદોલનોનું લિસ્ટ
ઇતિહાસ પર નજર કરીએ તો, જેપી ચળવળ (1974) એ ભારતીય રાજકારણમાં પ્રથમ મોટો બિન-કોંગ્રેસી ફેરફાર લાવ્યો હતો. ભ્રષ્ટાચાર અને બેરોજગારી સામે લડતા આ આંદોલને ૧૯૭૫ની કટોકટી પછી 1977 માં દેશને પ્રથમ બિન-કોંગ્રેસી સરકાર આપી. તેવી જ રીતે, ૨૦૧૧માં અન્ના હજારેનું ભ્રષ્ટાચાર વિરોધી આંદોલન મધ્યમ વર્ગને રસ્તા પર લાવ્યું હતું. આ આંદોલનનું સીધું પરિણામ 'લોકપાલ બિલ' સ્વરૂપે મળ્યું અને ભારતના રાજકીય ક્ષેત્રે 'આમ આદમી પાર્ટી' જેવો નવો પક્ષ ઉભો થયો.
મહિલાઓએ પણ કર્યા હતા આંદોલન
પર્યાવરણીય ક્ષેત્રે ચિપકો આંદોલન (1973) એક મશાલ સમાન છે. ઉત્તરાખંડની મહિલાઓએ વૃક્ષોને ભેટીને જે અહિંસક પ્રતિકાર દર્શાવ્યો, તેણે વન સંરક્ષણ માટે દેશમાં કાયદા બદલવાની ફરજ પાડી. આ સફળતાના કારણે હિમાલય ક્ષેત્રમાં લાકડા કાપવા પર ૧૫ વર્ષનો પ્રતિબંધ લાદવામાં આવ્યો હતો.
ખેડૂત આંદોલન (2020-21) સૌથી લાંબુ રહ્યું
અત્યંત સંગઠિત આંદોલનોની વાત કરીએ તો ખેડૂત આંદોલન (2020-21) સૌથી લાંબુ રહ્યું છે. એક વર્ષથી વધુ સમય સુધી દિલ્હીની સરહદો પર ડેરો જમાવીને બેઠેલા ખેડૂતોએ સરકારને ત્રણ કૃષિ કાયદા પાછા ખેંચવા મજબૂર કરી દીધી હતી. બીજી તરફ, શાહીન બાગ અને CAA વિરોધી આંદોલન એ લોકતાંત્રિક વિરોધનો એવો ચહેરો બન્યો જેનું નેતૃત્વ સામાન્ય મહિલાઓએ કર્યું હતું. આ આંદોલનોએ રાષ્ટ્રીય નીતિઓ અને નાગરિક અધિકારોના મુદ્દાઓને વૈશ્વિક ફલક પર મૂક્યા હતા.
આ પહેલા થઇ ચૂક્યા છે આંદોલનો
નિષ્કર્ષમાં, આ તમામ આંદોલનો સાબિત કરે છે કે લોકશાહીમાં જનતાનો અવાજ સૌથી શક્તિશાળી છે. પછી તે ભ્રષ્ટાચાર હોય, પર્યાવરણ હોય કે રોજગાર - જ્યારે નાગરિકો એકજુથ થઈને અવાજ ઉઠાવે છે, ત્યારે સત્તા પલટાય છે અને વ્યવસ્થામાં પરિવર્તન આવે છે. આ આંદોલનો માત્ર વિરોધ નથી, પણ દેશના ઘડતરમાં મહત્વની ભૂમિકા ભજવતા લોકતાંત્રિક પ્રક્રિયાના ભાગ છે.
આ પણ વાંચોઃ Maharashtra : વર્ધા હાઇવે પર ઉભેલી ટ્રકમાં કાર ધડાકાભેર ઘૂસી, ભયાનક આગ લાગતા 6 લોકો થયા જીવતા ભડથું