નીટ પરીક્ષા પેપર લીકને લઇને દિલ્હીના જંતર મંતર પર વિદ્યાર્થીઓ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું છે. પરંતુ હજુ પણ તે યથાવત છે. સીજેપી અને સરકાર વચ્ચે આજે બેઠક થવા જઇ રહી છે. આ વચ્ચે સોશિયલ મીડિયા પર અનેક એવા વીડિયો વાયરલ થયા છે. જેણે લોકોનું ધ્યાન ખેચ્યું છે અનેક એવા રમૂજ વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે.
બિહારમાં પણ વિદ્યાર્થીઓનું પ્રદર્શન
દેશભરમાં NEET પેપર લીક અને પરીક્ષા પ્રણાલીની અનિયમિતતાઓને લઈને વિદ્યાર્થીઓમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની માંગ સાથે શરૂ થયેલા આ આંદોલનમાં બિહાર મોખરે છે. પટનાથી લઈને બિહારના અનેક જિલ્લાઓમાં વિરોધ પ્રદર્શનો ઉગ્ર બન્યા છે, જ્યાં ક્યારેક હાસ્ય અને ક્યારેક ભારે હિંસાના દ્રશ્યો સામે આવ્યા છે.
પ્રદર્શન દરમિયાન રમૂજી વીડિયો વાયરલ
બુધવારે પટનામાં પ્રદર્શન દરમિયાન એક અનોખો અને રમુજી બનાવ બન્યો હતો, જેનો વીડિયો સોશિયલ મીડિયા પર આગની જેમ ફેલાઈ રહ્યો છે. ભારે ગરમી વચ્ચે પોલીસ અને વિદ્યાર્થીઓ સામસામે હતા, ત્યારે વાયરલ થયેલા આ પ્રથમ વીડિયોમાં એક અદભુત નજારો જોવા મળ્યો હતો.
આ વાયરલ વીડિયોમાં જોઈ શકાય છે કે કેવી રીતે પ્રચંડ ગરમીથી કંટાળેલા એક વિદ્યાર્થીની વિનંતી પર પોલીસે ગરમી ઓછી કરવા પાણીનો મારો ચલાવ્યો, અને પાણીના ફુવારા વચ્ચે વિદ્યાર્થીઓ તથા પોલીસકર્મીઓ ગીતના તાલે મસ્તીથી નાચવા લાગ્યા.
https://www.instagram.com/reel/DbGFSPRT5Jf/?utm_source=ig_web_copy_link&igsh=NTc4MTIwNjQ2YQ==
પરંતુ આ હળવાશની ક્ષણ લાંબી ટકી નહીં અને વિરોધ પ્રદર્શન બીજા જ દિવસે વધુ હિંસક રૂપ ધારણ કરી બેઠું. જહાનાબાદ, દરભંગા, કટિહાર અને બેગુસરાય જેવા જિલ્લાઓમાં સ્થિતિ તંગ બની હતી. પથ્થરમારો, પોલીસ લાઠીચાર્જ અને હવાઈ ગોળીબારના બનાવો બન્યા હતા, જેમાં 14થી વધુ પોલીસકર્મીઓ અને અનેક વિદ્યાર્થીઓ ઘાયલ થયા હતા તેમજ 144થી વધુ પ્રદર્શનકારીઓની ધરપકડ કરવામાં આવી હતી.
આ આંદોલન દરમિયાન કેટલાક ચોંકાવનારા દ્રશ્યો પણ કેમેરામાં કેદ થયા છે, જે સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બન્યા છે.
આ બીજા વાયરલ વીડિયોમાં પટનાના ડાક બંગલા સ્ક્વેર પર વિદ્યાર્થીઓ પોલીસના લોખંડના ભારે બેરિકેડ્સને ઉઠાવીને દોડતા અને વિરોધ વ્યક્ત કરતા નજરે પડે છે.
https://www.instagram.com/reel/DbF50hBRKVh/?utm_source=ig_web_copy_link&igsh=MzRlODBiNWFlZA==
આ ત્રીજા વીડિયોમાં એક પ્રદર્શનકારી લાકડા અને લોખંડ કાપવાનું મશીન (કટર મશીન) લઈને આંદોલનમાં આગળ વધતો જોવા મળી રહ્યો છે, જોકે આ વીડિયોની સ્વતંત્ર પુષ્ટિ થઈ નથી.
https://www.instagram.com/reel/DbGUnmoiwSI/?utm_source=ig_web_copy_link&igsh=MzRlODBiNWFlZA==
બિહારમાં વિદ્યાર્થી આંદોલનોનો હંમેશાથી એક મોટો ઇતિહાસ રહ્યો છે, જેમાં 1955નું ભાડા વિરોધી આંદોલન, 1974નું જેપી આંદોલન અને 1990નું મંડલ કમિશન આંદોલન સામેલ છે. વર્તમાન NEET વિવાદે પણ રાજ્યમાં ફરી એકવાર રાજકીય અને સામાજિક ગરમાવો લાવી દીધો છે, જ્યાં વહીવટી તંત્ર પૂરતી સતર્કતા દાખવી રહ્યું છે.
આ પણ વાંચોઃ Donald Trump ની મોટી જાહેરાત,યુદ્ધમાં થયેલા જહાજોના નુકસાનની ભરપાઈ ઈરાનના ફ્રીઝ ભંડોળમાંથી કરાશે