ઇન્ટરનેટ પર અત્યારે સૌથી વધુ વાયરલ અને ટ્રેન્ડિંગ બનેલી કોકરોચ જનતા પાર્ટી (CJP) ના સ્થાપક અભિજીત દીપકેને લઈને એક મોટા સમાચાર સામે આવ્યા છે. અભિજીત દીપકેએ દાવો કર્યો છે કે તેમનું પર્સનલ ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ હેક કરી લેવામાં આવ્યું છે અને તમામ પ્રયાસો છતાં તેઓ તેને એક્સેસ કરી શકતા નથી. આ ઉપરાંત, તેમની પાર્ટીનું બેકઅપ ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ પણ થોડા સમય માટે બંધ કરી દેવાયું હતું, જો કે તે પાછળથી શરૂ થઈ ગયું છે. દીપકેએ તેમના એક્સ અકાઉન્ટ પર પોસ્ટ કરીને આ માહિતી આપી છે અને પોતાની સુરક્ષા અંગે પણ ડર વ્યક્ત કર્યો છે.
સોશિયલ મીડિયા પર આ પાર્ટીએ ધૂમ મચાવી
મૂળ મહારાષ્ટ્રના અને હાલ બોસ્ટનમાં રહેતા અભિજીત દીપકેની આ પાર્ટી સીજેઆઈ (CJI) સૂર્યકાંતની યુવાનો પરની કોક્રોચ ટિપ્પણી બાદ અચાનક ભારે લોકપ્રિય થઈ ગઈ છે. સોશિયલ મીડિયા પર આ પાર્ટીએ ધૂમ મચાવી છે. ઇન્સ્ટાગ્રામ પર આ પેજ માત્ર 80 પોસ્ટ સાથે ભાજપ અને કોંગ્રેસને પાછળ છોડીને 2.18 કરોડથી વધુ ફોલોઅર્સના આંકડાને પાર કરી ગયું છે. જો કે, આ વધતી લોકપ્રિયતા વચ્ચે ભારતમાં કોકરોચ જનતા પાર્ટીનું સત્તાવાર X હેન્ડલ બંધ ( કરી દેવામાં આવ્યું છે, જો કે વિદેશોમાં તે હજુ પણ જોઈ શકાય છે.
