મધ્યપ્રદેશ અને રાજસ્થાનમાં છેલ્લા ઘણા દિવસોથી કફ સિરપ ચર્ચાનું કેન્દ્ર બની છે. કારણ કે કફ સિરપ પીવાથી 12 બાળકોના મોત થયા. જેમાં મોટાભાગના બાળકો એમપીના છિંદવાડાના છે. તેઓના મોતનું કારણ કફ સિરપ માનવામાં આવી રહ્યું છે. આ મામલાની કેન્દ્રએ પણ નોંધ લીધી છે. ત્યારે મધ્યપ્રદેશ અને રાજસ્થાન સરકાર દ્વારા એક્શન લેવામાં આવ્યા છે.


19 દવાઓ પર લગાવી રોક 

રાજસ્થાન સરકારે કેસન્સ ફાર્મ જયપુરની તમામ 19 દવાઓના વિતરણ પર રોક લગાવી દીધી છે. કફ સિરપથી બાળકોના શંકાસ્પદ મોત અને ખરાબ દવાઓ સામે આવતા આ કાર્યવાહી કરવામાં આવી છે. રાજ્યના ડ્રગ કંટ્રોલર રાજારામ શર્માને સસ્પેન્ડ કરી દેવાયા છે. સીએમ ભજનલાલ શર્માને તપાસના આદેશ અપાયા છે. રાજસ્થાન ચિકિત્સા તથા સ્વાસ્થ્ય વિભાગએ જયપુર સ્થિત કેસન્સ ફાર્મા તરફથી બનાવેલી 19 દવાઓ પર રોક લગાવી છે.

કફ સિરપને કારણે બાળકોના મોત 

આ દવાઓમાં યોગ્ય માનાંકોનું પાલન કરાયુ નથી. આ સાથે જ તેની ગુણવત્તા પણ ખરાબ હતી. સ્વાસ્થ્યમંત્રી ગજેન્દ્ર સિંહ ખીંવસરએ તપાસના આદેશ આપ્યા છે. વિતરણ અને પ્રોડક્શન પર રોક લગાવી દીધી છે.  અધિકારીઓએ પુષ્ટિ આપી છે કે મધ્યપ્રદેશના છિંદવાડા જિલ્લામાં નવ અને રાજસ્થાનના જયપુરમાં ત્રણ બાળકોના કફ સિરપથી છેલ્લા મહિનામાં મૃત્યુ થયા છે. જોકે, તપાસ ચાલુ છે. પ્રારંભિક તપાસમાં જાણવા મળ્યું છે કે બાળકોના મૃત્યુ કફ સિરપને કારણે જ થયા. 

2 વર્ષથી ઓછી ઉંમરના બાળકને ન આપવી 

સરકારે બાળકોની સલામતી અંગે એક એડવાઇઝરી જાહેર કરી છે. તેમાં જણાવાયું છે કે ડેક્સ્ટ્રોમેથોર્ફન 4 વર્ષથી ઓછી ઉંમરના બાળકોને ન આપવી જોઈએ. તેમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે આ દવા સામાન્ય રીતે ફક્ત 5 વર્ષ અને તેથી વધુ ઉંમરના બાળકોને જ આપવી જોઈએ. કોઈપણ સંજોગોમાં આ દવા 2 વર્ષથી ઓછી ઉંમરના બાળકોને આપવી જોઈએ નહીં.

અત્યાર સુધીમાં 42 દવાના નમૂના નિષ્ફળ ગયા

2012 થી, જયપુર સ્થિત કેસોન્સ ફાર્માના 10,119 દવાના નમૂનાઓનું પરીક્ષણ કરવામાં આવ્યું છે. તેમાંથી 42 નમૂનાઓ હલકી ગુણવત્તાવાળા હોવાનું જાણવા મળ્યું છે. સાવચેતીના પગલા તરીકે, વિભાગે આગામી સૂચના સુધી આ કંપની દ્વારા ઉત્પાદિત તમામ 19 પ્રકારની દવાઓના સપ્લાય પર પ્રતિબંધ મૂક્યો છે.

  • Follow us on: