પંજાબના ફિરોઝપુરમાં એક ક્રિકેટ મેચ દરમિયાન એક બેટ્સમેનને હાર્ટ એટેક આવ્યો. જેના કારણે તેમનું નિધન થયું. આ ઘટનાનો વીડિયો પણ સામે આવ્યો છે. અને તેમાં જોઈ શકાય છે કે તે યુવક બેટિંગ કરી રહ્યો છે અને એક બોલ પર છગ્ગો પણ ફટકારી રહ્યો છે. ત્યારબાદ તે યુવક અચાનક જમીન પર બેસી ગયો. સાથી ખેલાડીઓ કંઈ ખબર ના પડી કે તેઓ કંઈ સમજી શક્યા ત્યાં સુધીમાં તે યુવક જમીન પર સૂઈ ગયો.


આ પછી મેદાનમાં હાજર બીજા સાથી ખેલાડીઓ તેની પાસે પહોંચ્યા અને CPR આપ્યું. પરંતુ તેને બચાવી શકાયો નહીં અને તેનું મોત નીપજ્યું. આ ઘટનાએ અન્ય ખેલાડીઓમાં સનસનાટી મચાવી દીધી. આ સમગ્ર મામલો ફિરોઝપુરના ગુરુહર સહાયનો છે તેવું કહેવાય છે.

હરજીત સિંહને સિક્સર માર્યા બાદ  આવ્યો હાર્ટ એટેક

મળતી માહિતી મુજબ, રવિવારે સવારે ક્રિકેટ રમતી વખતે ખેલાડી હરજીત સિંહને છગ્ગો માર્યા બાદ હાર્ટ એટેક આવ્યો હતો. જેના કારણે તેનું મોત નીપજ્યું હતું. હરજીત સિંહ સારી બેટિંગ કરી રહ્યો હતો. આ ઘટના DAV સ્કૂલના ગ્રાઉન્ડમાં બની હતી. આ ઘટનાનો વીડિયો તેની સાથે રમતા અન્ય ખેલાડીઓએ કેમેરામાં કેદ કરી લીધો હતો. તેમજ હવે આ વીડિયો વાયરલ થઈ રહ્યો છે. 

આ ઘટનાનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે

આ આખી ઘટનાનો વીડિયો પણ સામે આવ્યો છે. જેમાં જોઈ શકાય છે કે હરજીત સફેદ અને કાળા રંગનો ટી-શર્ટ પહેરેલી છે. બેટિંગ કરતી વખતે તેણે લાંબો છગ્ગો ફટકાર્યો અને જમીન પર બેસી ગયો. ત્યારબાદ તેને છાતીમાં દુખાવો થવાને કારણે તે સૂઈ ગયો. સાથી ખેલાડીઓએ તેને સીપીઆર આપ્યો. પરંતુ તેને બચાવી શકાયો નહીં.


  • Follow us on: