મહારાષ્ટ્રના મુંબઈના મલાડ વિસ્તારમાં એક રહેણાંક સંકુલમાં કારની અડફેટે આવતા 7 વર્ષનો બાળક ગંભીર રીતે ઘાયલ થયો છે. આ દુ:ખદ ઘટના 19 ઓક્ટોબરના રોજ સાંજે 5 વાગ્યે ઈન્ટરફેસ હાઈટ્સ સોસાયટીના પરિસરમાં બની હતી. આ ઘટના બિલ્ડિંગમાં લગાવેલા સીસીટીવીમાં કેદ થઈ ગઈ હતી અને આ ઘટનાનો વીડિયો પણ સામે આવ્યો છે. પોલીસે હવે આ મામલે કાર્યવાહી હાથ ધરી છે.


પોલીસે આ મામલાને ગંભીરતાથી લીધો

આ કેસમાં મુંબઈના બાંગુર નગર પોલીસ સ્ટેશને આરોપી મહિલા, શ્વેતા શેટ્ટી રાઠોડ વિરુદ્ધ કાર્યવાહી કરી છે. પોલીસે મોટર વાહન અધિનિયમની સંબંધિત કલમો હેઠળ FIR નોંધી છે. પોલીસ આ મામલાની ગંભીરતાથી તપાસ કરી રહી છે. ઘાયલ બાળક અન્ય બાળકો સાથે રમી રહ્યો હતો, ત્યારે એક કારે તેના પગને કચડી નાખ્યો. બાળક ગંભીર રીતે ઘાયલ થયો હતો અને તેને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. બાળકની માતા, મહુઆ મજુમદારે જણાવ્યું હતું કે તેના બીજા દીકરાએ તેને જાણ કરી હતી કે એક ગાડી ચાલકે તેના ભાઈનો પગ કચડી ગયો છે. ઘટનાના બીજા દિવસે બાળકની માતા મહુઆ મજુમદારે બાંગુર નગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે આ મામલાને ગંભીરતાથી લીધો અને મહિલા ડ્રાઈવર વિરુદ્ધ કેસ દાખલ કર્યો છે.

આરોપી મહિલા વિરુદ્ધ ફરિયાદ દાખલ

બાળકની માતાનો દાવો છે કે આ ઘટના જાણી જોઈને અને હેતુપૂર્વક કરવામાં આવી હતી. તેણીનો આરોપ છે કે આરોપી, જે સોસાયટીના સેક્રેટરીની પત્ની છે, તેણે બેદરકારીપૂર્વક અને ફાસ્ટ સ્પીડથી ગાડી ચલાવી, તેના પુત્રનો પગ કચડી નાખ્યો. ફરિયાદમાં જણાવાયું છે કે મહિલાને ખબર હતી કે બાળકો રમી રહ્યા છે અને તેનો પુત્ર જમીન પર બેઠો છે, છતાં તેણીએ તેને કચડી નાખ્યો. ઘટના પછી આરોપીએ બાળકની ખબર પૂછવા માટે ફોન પણ કર્યો ન હતો.

  • Follow us on: