ઉત્તર પ્રદેશના ઝાંસી જિલ્લામાં આવેલા એક ગામમાં કૂવામાંથી બોરીમાં ભરેલા લાશના ટુકડાઓ મળ્યા પછી હડકંપ મચી ગયો હતો. ગામમાં ભયનો માહોલ છવાઈ ગયો હતો અને પોલીસ માટે સૌથી મોટો પડકાર હતો કે આટલી નિર્દયતાથી હત્યા કોણે અને શા માટે કરી હશે? લાશનું માથું અને પગ ગુમ હતો, જેને કારણે ઓળખ કરવામાં મુશ્કેલી થઈ રહી હતી.
એક મહિલાના શરીરના સાત ટુકડા મળ્યા
ઝાંસીના ટોડીફતેહપુર પોલીસ સ્ટેશન હેઠળ આવતા કિશોરપુર ગામના ખેડૂતને પોતાની ખેતરમાં આવેલા કૂવામાં બે બોરી તરતી જોવા મળી. જ્યારે બોરી બહાર કાઢવામાં આવી, ત્યારે અંદરથી એક મહિલાના શરીરના સાત ટુકડા મળ્યા. માથું અને પગ ન મળતા લાશની ઓળખ વધુ મુશ્કેલ બની ગઈ.
આખો કૂવો ખાલી કરાયો
પોલીસે તરત 8-10 ટીમો બનાવી અને તપાસ શરૂ કરી. આખો કૂવો ખાલી કરાયો તો વધુ એક બોરીમાંથી મહિલાનું એક હાથ મળ્યો. છતાં પણ માથું અને પગનો કોઈ પત્તો લાગ્યો ન હતો
હત્યા ક્રૂરતાપૂર્વક કરવામાં આવી
શરીરના ટુકડાઓ જોઈને પોલીસ સમજી ગઈ કે હત્યા ક્રૂરતાપૂર્વક કરવામાં આવી છે. લાશની ઓળખ છુપાવવાનો પ્રયાસ સ્પષ્ટ હતો. ઓળખ કરવા માટે પોલીસે અંદાજે 100 ગામોમાં તપાસ, 200 CCTV ફૂટેજ તપાસી અને 1000થી વધુ પોસ્ટર ચોંટાડ્યા.
પોસ્ટર પરથી મળી સફળતા
પાંચ દિવસ સુધી કોઈ પત્તો ન લાગતાં એક વ્યક્તિએ પોલીસનો સંપર્ક કર્યો. તેણે જણાવ્યું કે તેની બહેન છેલ્લા ચાર દિવસથી ગુમ છે. આ માહિતી પરથી લાશની ઓળખ મધ્ય પ્રદેશના ટીકમગઢ જિલ્લાના રહેવાસી રચના યાદવ તરીકે થઈ. રચના વિધવા હતી અને પોતાના સસરા પક્ષ સામે કેસ લડી રહી હતી.
આડા સંબંધો બન્યા હત્યાનું કારણ
પોલીસ તપાસમાં ખુલ્યું કે રચનાની મુલાકાત ઝાંસીના મહેબા ગામના પૂર્વ પ્રમુખ સંજય પટેલ સાથે થઈ હતી. ધીમે ધીમે બંને નજીક આવ્યા અને લિવ-ઇન રિલેશનશિપમાં રહેવા લાગ્યા. પણ જ્યારે રચનાએ સંજય પર લગ્ન અને પૈસાનો દબાવ બનાવવાનો પ્રયાસ કર્યો ત્યારે સંજય તેનાથી તંગ આવી ગયો.
સંજય પટેલે રચના યાદવની હત્યાની ઘાતકી યોજના ઘડી
સંજયે પોતાના ભત્રીજા સંદીપ પટેલ અને સાથી પ્રદીપ અહીરવાર સાથે મળીને રચનાની હત્યા કરવાની યોજના બનાવી. ત્રણે મળીને રચનાની કૃરતાપૂર્વક હત્યા કરી તેના શરીરના ટુકડા કર્યા અને બોરીમાં મૂકી કૂવામાં ફેંકી દીધા. માથું અને પગ અલગથી છુપાવી દીધાં કે ઓળખ ન થઈ શકે.
આરોપીઓની ધરપકડ
સંજય અને સંદીપને સૌથી પહેલા પોલીસએ ઝડપી લીધા. પૂછપરછમાં બંનેએ ગુનો કબૂલ કર્યો અને સમગ્ર કાવતરું ખુલ્લું પડી ગયું. પ્રદીપ અહીરવાર, હજી સુધી ફરાર હતો. તેના પર ₹25,000નું ઇનામ જાહેર કરાયું હતું
પ્રદીપ અહીરવારની ધરપકડ – એન્કાઉન્ટર બાદ મળી સફળતા
પોલીસે સતત તપાસ કરીને પ્રદીપને ઝાંસી નજીક શોધી કાઢ્યો. તેણે ભાગવાનો પ્રયાસ કર્યો અને પોલીસ સાથે એન્કાઉન્ટર થયું તેમાં તેના પગમાં ગોળી વાગી અને તેને ઝડપવામાં આવ્યો. તેની પાસેથી હથિયાર અને ગોળીઓ મળી.
રચનાનો ભુતકાળ
રચનાના પહેલા લગ્ન ટીકમગઢમાં થયા હતા અને તેને બે સંતાનો હતા. પતિ સાથેના વિવાદ બાદ તે પરત પિયર આવી હતી. પછી તે શિવરાજ યાદવ સાથે રહેવા લાગી, પણ 2023માં ઝઘડાની સાથે તેણે શિવરાજના ભાઈ પર દુષ્કર્મ અને હત્યાનો પ્રયાસ કરવાનો આરોપ લગાવ્યો હતો.આ કેસ દરમિયાન જ તેની મુલાકાત સંજય પટેલ સાથે થઈ હતી.
હવે પોલીસ શોધે છે માથું અને પગને
પોલીસે જણાવ્યું કે આખો હત્યાકાંડ હવે ઉકેલાઈ ગયો છે. ટૂંક સમયમાં લાશના બાકી ભાગો પણ મળી જશે એવી શક્યતા છે.













