દાનિશ ચિકના અગાઉ પણ પોલીસ ગિરફ્તમાં ઝડપાયો હતો. દાનિશ ચિકનાનું નામ દાનિશ મર્ચંટ છે. મુંબઇમાં તેનું ડ્રગનું મોટું નેટવર્ક છે.

દાનિશ ચિકનાની ગોવાથી ધરપકડ

દાઉદ ઇબ્રાહિમના સાગરિત અને ડોંગરીમાં તેની ડ્રગ ફેક્ટરી સંભાળનાર તસ્કર દાનિશ ચિકનાની ગોવાથી ધરપકડ કરવામાં આવી છે. દાનિશ ચિકના દાઉદ ઇબ્રાહિમનો નજીકનો સાથી ગણવામાં આવે છે. જે ભારતમાં ડ્રગ સિંડિકેટનો મહત્ત્વનો ભાગ છે. અગાઉ પણ તે NCBના ગિરફ્તમાં આવ્યો હતો. તેના પર આરોપ હતો કે, ડોંગરી વિસ્તારમાં ડ્રગ સિંડિકેટ ચલાવે છે. તેનું સાચુ નામ દાનિશ મર્ચંટ છે. ગોવામાં કરાયેલી ધરપકડ NCB મુંબઇ દ્વારા કરવામાં આવી છે. આ ધરપકડ બાદ દાઉદના ડ્રગના નેટવર્કને મોટો ફટકો પડ્યો છે.

ડ્રગ ફેક્ટરીનો પર્દાફાશ

પોલીસ આ મામલે આગામી તપાસમાં દાનિશ ચિકના સાથે પૂછપરછ કરશે. વર્ષ 2019માં એનસીબીએ ડોંગરી વિસ્ચારમાં દાઉદની ડ્રગ ફેક્ટરીનો પર્દાફાશ કર્યો હતો. અને કરોડો રૂપિયાના ડ્રગનો જથ્થો જપ્ત કર્યો હતો. અગાઉ જે સ્થળેથી ડ્રગ પકડાયુ હતુ. ત્યાં શાકભાજીનું વેંચાણ કરવામાં આવતું હતુ. દુકાનના નામે ડ્રગનો ધંધો ચાલતો હતો. એ સમયે દાનિશ મર્ચંટને પોલીસે રાજસ્થાનથી પકડ્યો હતો. પરંતુ થોડા સમય બાદ તે ફરી જેલની બહાર આવ્યો હતો.

લાંબા સમયથી હતી તપાસ

દાનિશ દાઉદના ખાસ ગણાતા યુસુફ ચિકનાનો મોટો પુત્ર છે. દાઉદ સાથે પણ તેના સારા સંબંધો છે. પોલીસ લાંબા સમયથી તેની તપાસ કરી રહી છે. પરંતુ તે દર વખતે પોલીસને હાથતાળી આપીને તે ફરાર થઇ ગયો હતો. પરંતુ આ સમયે તે ગોવાથી પકડાયો છે અને પોલીસ તેને મુંબઇ લઇ જશે. અહીં તેની સાથે ડ્રગ વેપાર અને અન્ય ધંધા વિશે પૂછપરછ કરવામાં આવશે. આ પૂછપરછમાં મોટા ખુલાસા થવાની શક્યતાઓ છે. 

  • Follow us on: