દિલ્હીના લાલ કિલ્લા વિસ્તારમાં થયેલી કાર બ્લાસ્ટની ઘટનાની તપાસ જોરશોરથી ચાલી રહી છે. NIAને આ કેસમાં વધુ એક મોટી સફળતા મળી છે. એજન્સીએ આતંકવાદી ઉમર ઉન નબીના એક મુખ્ય સાથી જાસિર બિલાલ વાની ઉર્ફે દાનિશની જમ્મૂ-કાશ્મીરના શ્રીનગરથી ધરપકડ કરવામાં આવી છે. જાસિર કાશ્મીરના અનંતનાગ જિલ્લાના કાજીગુંડનો રહેવાસી છે.
આતંકીઓને ટેક્નિકલ મદદ કરી હતી
તપાસમાં સામે આવ્યું કે તે બ્લાસ્ટનું ષડયંત્ર કરવામાં સક્રિય ભૂમિકા નિભાવી રહ્યો હતો. NIA મુજબ જાસિરે આતંકીઓને ટેક્નિકલ મદદ કરી હતી. તે ડ્રોનમાં ફેરફાર કરીને તેમને હુમલા માટે ઉપયોગ થાય તે બનાવવાના પ્રયત્નો કરી રહ્યો હતો. તેની સાથે જ તે રોકેટ જેવી ટેક્નોલોજી વિકસિત કરવાના પ્રયત્નમાં સામેલ હતો. આ કામ બ્લાસ્ટ પહેલા સતત ચાલી રહ્યું હતું અને આ ટેક્નોલોજીની મદદથી આતંકી નેટવર્ક પોતાના હુમલાને વધુ ઘાતક બનાવવાની તૈયારીમાં હતું.
10 લોકોના મોત અને 32 લોકો ઘાયલ થયા
NIAની તપાસમાં એ પણ સામે આવ્યું કે જાસિર બ્લાસ્ટ કરનારા આતંકી ઉમર ઉન નબીની ખુબ જ નજીક હતો. બંને સાથે મળીને કાર બોમ્બ હુમલાની પુરી યોજના બનાવી રહ્યા હતા. 10 લોકોના મોત અને 32 લોકોના ઘાયલ થયા બાદ આ હુમલાને ખતરનાક સ્તર પર લઈ જવામાં જાસિરની ભૂમિકા મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે. એજન્સી હાલમાં આ કેસના દરેક પાસાને સમજવાનો પ્રયત્ન કરી રહી છે. ઘણી ટીમો દેશના અલગ અલગ રાજ્યમાં સતત તપાસ કરી રહી છે, જેથી નેટવર્કમાં સામેલ દરેક વ્યક્તિની ઓળખ કરવામાં આવી શકે.
NIA આતંકીઓની ટેક્નિકલ સપોર્ટ સિસ્ટમ, ફંડિંગ ચેન અને સ્થાનિક મદદગારોની ભૂમિકાની ઉંડાણ પૂર્વક તપાસ કરી રહી છે. જાસિરની ધરપકડે તપાસને નવી દિશા આપી છે, કારણ કે તેનાથી આતંકી મોડ્યૂલના ટેક્નિકલ ભાગ અને નેટવર્કની વાસ્તવિક સિસ્ટમ પર પ્રકાશ પડ્યો છે. એજન્સીને આશા છે કે આગળની પુછપરછથી આ હુમલાના પાછળના ષડયંત્ર અને માસ્ટમાઈન્ડને લઈ નાના નાના સહયોગી સુધી તમામ લોકોનો પર્દાફાશ થઈ શકશે.