નકલી પ્રોડક્ટ્સની પેકેજિંગ અને બ્રાન્ડિંગ કરવામાં આવતી
મળતી માહિતી મુજબ, કરોલબાગના રેગરપુરા વિસ્તારમાં આવેલા બે ગોડાઉન સીલ કરવામાં આવ્યા છે, જ્યાં ઓપ્પો, વનપ્લસ અને રિયલમી જેવી જાણીતી બ્રાન્ડના નામે નકલી પ્રોડક્ટ્સની પેકેજિંગ અને બ્રાન્ડિંગ કરવામાં આવતી હતી. આ સાથે મોતીનગર વિસ્તારમાં પણ એક ફેક્ટરીને સીલ કરવામાં આવી છે, જ્યાં બ્રાન્ડેડ કંપનીઓ જેવા દેખાતા પેકિંગ બોક્સ તૈયાર કરવામાં આવતા હતા.
બે આરોપીઓની ધરપકડ પણ કરવામાં આવી
પોલીસે આ કાર્યવાહીમાં કુલ 8 મશીનો પણ જપ્ત કર્યા છે, જેનો ઉપયોગ નકલી માલ તૈયાર કરવા અને પેકિંગ માટે કરવામાં આવતો હતો. તપાસ દરમિયાન જાણવા મળ્યું કે આ ગોડાઉનમાં મોટાપાયે નકલી પ્રોડક્ટ્સને અસલી બ્રાન્ડ જેવા દેખાતા ડબ્બામાં પેક કરીને બજારમાં વેચવામાં આવતું હતું. આ ગેરકાયદેસર ધંધામાં સામેલ હોવાના આરોપમાં બે આરોપીઓની ધરપકડ પણ કરવામાં આવી છે. દિલ્હી પોલીસની AGS યુનિટની કાર્યવાહી દરમિયાન એક પ્રિન્ટિંગ પ્રેસ અને ત્રણ ગોડાઉનનો પણ ખુલાસો થયો છે, જ્યાં મશીનોની મદદથી નકલી બ્રાન્ડિંગ અને પેકેજિંગ તૈયાર થતું હતું.
પોલીસના જણાવ્યા મુજબ આ રેકેટ લાંબા સમયથી ચાલતું હતું અને મોટાપાયે નકલી માલ બજારમાં પહોંચાડવામાં આવતો હતો. હાલ સમગ્ર નેટવર્કની તપાસ ચાલુ છે અને અન્ય સંડોવાયેલા લોકોની શોધખોળ ચાલી રહી છે.
આ પણ વાંચો : UP Cabinet Expansion : બે મંત્રીઓને પ્રમોશન, 6 નવા ચહેરા, યોગી મંત્રીમંડળનો થયો વિસ્તાર