દિલ્હી પોલીસની ક્રાઈમ બ્રાન્ચે એક સંગઠિત ઈન્ટરનેશનલ સાયબર ફ્રોડ રેકેટનો ભાંડો ફોડ્યો છે અને 3 લોકોની આ મામલે ધરપકડ કરી લીધી છે. આ કાર્યવાહી સ્ટોક માર્કેટમાં રોકાણના નામ પર કરવામાં આવેલી ઓનલાઈન છેતરપિંડીની તપાસ બાદ કરવામાં આવી છે. આ કેસ ઉત્તમ નગર વિસ્તારના 56 વર્ષીય એક વ્યક્તિની ફરિયાદ બાદ સામે આવ્યો છે.
https://twitter.com/CrimeBranchDP/status/2020367035835035693
42.5 લાખ રૂપિયાની છેતરપિંડી આચરવામાં આવી હતી
પોલીસના જણાવ્યા મુજબ પીડિતે આરોપ લગાવ્યો હતો કે સાયબર ઠગોએ તેમને શેરબજારમાં નફાની લાલચ આપીને રોકાણ કરાવ્યું. આ દરમિયાન અલગ અલગ બેન્ક એકાઉન્ટમાંથી લગભગ 42.5 લાખ રૂપિયા કાઢી લેવામાં આવ્યા. આ ફરિયાદ પર 17 ડિસેમ્બર 2025ના રોજ ઈ-એફઆઈઆર દાખલ કરવામાં આવી હતી. ત્યારબાદ પોલીસે આ કેસની તપાસ શરૂ કરી દીધી હતી.
36 બેન્ક એકાઉન્ટમાં પૈસા ટ્રાન્સફર કરવામાં આવ્યા
આ કેસની તપાસ દરમિયાન પોલીસને જાણવા મળ્યું કે ઠગાઈની રકમને છુપાવવા અને ટ્રેલ છુપાવી માટે 36 અલગ અલગ બેન્ક એકાઉન્ટ દ્વારા પૈસા ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા. આ એકાઉન્ટનો હોલ્ડર દક્ષિણ-પશ્ચિમ દિલ્હીનો રહેવાસી સબ્બીર અહમદ નીકળ્યો, જેની 21 જાન્યુઆરીએ ધરપકડ કરવામાં આવી અને તેની પુછપરછમાં ઘણા ખુલાસા કર્યા.
છેતરપિંડીની રકમ પર લગભગ 2 ટકા કમિશન મળતું હતું
આરોપી સબ્બીરે પોલીસને જણાવ્યું કે તેને અલગ અલગ બેન્કમાંથી 9-10 એકાઉન્ટ ખોલાવ્યા હતા અને સમગ્ર બેન્ક કીટ મોહમ્મદ સરફરાજ અને મોહમ્મદ દિલશાદને સોંપી દીધી હતી. બંને આરોપી બાટલા હાઉસ વિસ્તારના રહેવાસી છે. સબ્બીરને આ એકાઉન્ટમાં આવનારી છેતરપિંડીની રકમ પર લગભગ 2 ટકા કમિશન મળતું હતું. તેના ખુલાસાના આધાર પર પોલીસે 5 ફેબ્રુઆરીએ સરફરાજ અને દિલશાદની પણ ધરપકડ કરી લીધી. તપાસમાં સામે આવ્યું કે બંને આરોપીઓના આંતરરાષ્ટ્રીય સાયબર હેન્ડલર્સ સાથે સંપર્ક હતા. તેમને કબૂલ કર્યું કે તે ચીની નાગરિકોને USDT ક્રિપ્ટોકરન્સી વેચવામાં સામેલ હતા, જેનાથી આ સાયબર ક્રાઈમ રેકેટનું આંતરરાષ્ટ્રીય કનેક્શનનો ખુલાસો થયો છે.
આ પણ વાંચો : Gaurav Gogoiના પાકિસ્તાન કનેક્શનની થશે તપાસ, અસમ કેબિનેટે ગૃહ મંત્રાલયને મોકલ્યો રિપોર્ટ