અસમ કેબિનેટે કોંગ્રેસ સાંસદ ગૌરવ ગોગોઈના કથિત પાકિસ્તાન કનેક્શન સાથે જોડાયેલા કેસને કેન્દ્ર સરકારના ગૃહ મંત્રાલયને મોકલવાનો નિર્ણય લીધો છે. મુખ્યપ્રધાન હિંમતા બિસ્વા સરમાએ કેબિનેટ બેઠક બાદ કહ્યું કે રાજ્ય સરકાર દ્વારા બનાવવામાં આવેલી SITએ પોતાનો તપાસ રિપોર્ટ સોંપી દીધો છે અને કેબિનેટે માન્યું છે કે આ કેસ રાષ્ટ્રીય સુરક્ષા સાથે જોડાયેલો છે.


SIT રિપોર્ટ અને FIR પણ કેન્દ્રને મોકલવામાં આવશે

CMએ કહ્યું કે અલી તૌકીર શેખના કથિત ભારત વિરોધી ષડયંત્રની તપાસ માટે SIT બનાવવામાં આવી હતી, જેમાં એક બ્રિટિશ નાગરિક અને એક સાંસદની સાથે મિલીભગતની વાત કહેવામાં આવી. કેસની ગંભીરતાને જોતા તેને ગૃહ મંત્રાલયને સોંપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. SIT રિપોર્ટ અને FIR પણ કેન્દ્રને મોકલવામાં આવશે.

આ નિર્ણયને હિંમતા બિસ્વા સરમા દ્વારા ગોગોઈ પર હુમલાની મોટી રાજકીય જીત માનવામાં આવે છે. વિધાનસભા ચૂંટણી પહેલા આ મુદ્દો મોટો રાજકીય વિવાદ બની ગયો છે. સરમાએ આરોપ લગાવ્યો કે કોંગ્રેસના પાકિસ્તાન સાથે સંબંધ છે. તેમનો દાવો છે કે ગોગોઈની પત્ની પહેલા એક એવા NGO સાથે જોડાયેલી હતી, જેની કથિત રીતે પાકિસ્તાની હિતો સાથે સંબંધ રહ્યા છે અને ગોગોઈ પહેલા પાકિસ્તાન જઈ ચૂક્યા છે.

ગૌરવ ગોગોઈ એક ડેલિગેશનને લઈ પાકિસ્તાન હાઈ કમિશન ગયા હતા

મુખ્યપ્રધાને કહ્યું કે તેમને જાણકારી મળી છે કે ગૌરવ ગોગોઈ એક ડેલિગેશનને લઈ પાકિસ્તાન હાઈ કમિશન ગયા હતા અને તે સમયે પાક હાઈ કમિશનર અબ્દુલ બાસિતને મળ્યા હતા. તેમને કહ્યું કે તેમને યાદ નથી કે કોઈ નેતાએ આ પ્રકારના ડેલિગેશન સાથે પાકિસ્તાન હાઈ કમિશનર સાથે મુલાકાત કરી હોય. તેમને એ પણ કહ્યું કે SITએ ગોગોઈ સાથે પુછપરછ કરી નથી, કારણ કે તે હાલમાં સાંસદ છે અને તેમના પદનું સન્માન રાખતા કેસને કેન્દ્રને સોંપી દીધો છે. સરમાએ કહ્યું કે જો હાલમાં ધરપકડ જેવા મોટા પગલા ઉઠાવવામાં આવે તો ચૂંટણી પહેલા રાજકારણ કરવાનો આરોપ લાગતો.

ગૌરવ ગોગોઈએ શું કહ્યું?

ગૌરવ ગોગોઈએ આ આરોપને હાસ્યાસ્પદ, પાયાવિહોણા ગણાવ્યા છે. તેમને મુખ્યપ્રધાન પર કોઈ તથ્ય રજૂ કર્યા વગર આઈટી સેલ ટ્રોલની જેમ વ્યવહાર કરવાનો આરોપ લગાવ્યો હતો. જો કે ગૃહ મંત્રાલયને કેસ મોકલવા મામલે હજુ સુધી તેમની કોઈ પ્રતિક્રિયા સામે આવી નથી.

આ પણ વાંચો : Surajkund Accident : રાઈડ લગાવનારી કંપની વિરૂદ્ધ મોટું પગલું ભરાયું, માલિક સહિત 2 લોકોની કરાઈ ધરપકડ


  • Follow us on: