IRS અધિકારીની પુત્રીની હત્યા કર્યા બાદ પોલીસ અને ફોરેન્સિક ટીમે તપાસ શરુ કરી છે.
હત્યામાં પોલીસ તપાસ શરુ
દિલ્હીના દક્ષિણપૂર્વીય વિસ્તારમાં અમર કોલોનીમાં IRS અધિકારીની 22 વર્ષીય પુત્રીની મોબાઇલ ચાર્જરથી ગળુ દબાવીને હત્યા કરવામાં આવી હતી. આ ઘટનામાં ઘરના નોકર પર શંકાની સોય છે. પોલીસે મૃતકની સાથે શારીરિક શોષણ થયુ હોવાની પણ શંકા દર્શાવી છે. પોલીસ આ મામલાની તપાસ કરી રહી છે.
CCTV ફૂટેજની સમીક્ષા
શંકા ઘરના ભૂતપૂર્વ નોકર પર પડી રહી છે. એવું જાણવા મળ્યું છે કે નોકરને લગભગ દોઢ મહિના પહેલા નોકરીમાંથી કાઢી મૂકવામાં આવ્યો હતો. પોલીસને શંકા છે કે તેણે બદલો લેવા માટે આ ગુનો કર્યો હશે. પોલીસને ઘટનાની માહિતી મળી હતી. જેના પગલે એક ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને તપાસ શરૂ કરી હતી. ફોરેન્સિક ટીમે ઘટનાસ્થળેથી પુરાવા પણ એકત્રિત કર્યા છે અને આસપાસના વિસ્તારના CCTV ફૂટેજની સમીક્ષા કરી રહી છે.
શંકાસ્પદ વ્યક્તિઓ તરફ નજર
પોલીસે કેસ નોંધ્યો છે અને શંકાસ્પદ વ્યક્તિને શોધવા માટે ઘણી ટીમો બનાવવામાં આવી છે. અધિકારીઓનું કહેવું છે કે ટૂંક સમયમાં આરોપીની ધરપકડ કરવામાં આવશે અને સમગ્ર મામલો બહાર આવશે.
આ પણ વાંચોઃ ઈઝરાયલની ગુપ્તચર એજન્સી મોસાદ અંગે મોટો ખુલાસો, જાણો શું છે મામલો?
