દિલ્હી પોલીસની સ્પેશિયલ સેલની કાઉન્ટર-ઈન્ટેલિજન્સ યુનિટે એક મોટી કાર્યવાહી કરતા કુખ્યાત હિમાંશુ ભાઉ ગેંગના બે શૂટર્સની મહારાષ્ટ્રથી ધરપકડ કરી છે. પકડવામાં આવેલા શૂટર્સની ઓળખ લક્ષ્ય અને નીરજ તરીકે થઈ છે. બંને પર 1-1 લાખ રૂપિયાનું ઈનામ જાહેર કરવામાં આવ્યું હતું.


વિદેશથી પોતાનું નેટવર્ક ઓપરેટ કરતો

દિલ્હીમાં ખંડણી વસૂલવા માટે ફાયરિંગની ઘણી ઘટનાઓમાં આ બંને શૂટર્સનું નામ સામે આવ્યું હતું. તેમની વિરૂદ્ધ દિલ્હીમાં ખંડણી માટે ફાયરિંગ કરવાની FIR દાખલ થયેલી છે. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે આ ગોળીબારી વિદેશથી પોતાનું નેટવર્ક ઓપરેટ કરનારા ગેંગસ્ટર હિમાશું ભાઉના ઈશારા પર કરવામાં આવી હતી. એટલું જ નહીં આ બંને હરિયાણામાં થયેલા એક મોટા હત્યાકાંડમાં પણ સામેલ હોવાનું જાણવા મળી રહ્યું છે. દિલ્હી પોલીસ લાંબા સમયથી આ બંનેની તપાસમાં હતી અને હવે મહારાષ્ટ્રથી તેમને દબોચી લેવામાં સફળતા મળી છે.

કોણ છે હિમાંશુ ભાઉ?

હિમાંશુ ભાઉ એક ખતરનાક ગેંગસ્ટર છે, હાલમાં વિદેશમાં બેસીને પોતાનું નેટવર્કનું ઓપરેટ કરી રહ્યો છે. દિલ્હી-NCR અને હરિયાણામાં ખંડણી, ફાયરિંગ અને હત્યા જેવી ઘટનાઓમાં તેની ગેંગનો હાથ હોવાનું જાણવા મળી રહ્યું છે. વિદેશમાં રહીને પણ તે પોતાના શૂટર્સ દ્વારા ગુનાઓને અંઝામ આપી રહ્યો છે.

જાણો હિમાંશુ ભાઉની ક્રાઈમ કુંડળી?

દિલ્હી પોલીસની સ્પેશિયલ સેલની આ ધરપકડ ગેંગના નેટવર્કને તોડવાની દિશામાં એક મહત્વનું પગલું માનવામાં આવી રહ્યું છે. પોલીસ હવે બંને લોકોની પૂછપરછ કરીને ગેંગના બાકીના સભ્યો અને વિદેશથી ચાલી રહેલા આ ઓપરેશનની કડી શોધવામાં લાગી છે. હિમાંશુ હરિયાણાના રોહતકનો રહેવાસી છે. તેની વિરૂદ્ધ 3 વર્ષ પહેલા 2023માં રેડ કોર્નર નોટિસ જાહેર કરવામાં આવી હતી. તેની પર 2.5 લાખનું ઈનામ પણ જાહેર કરાયું છે.

આ પણ વાંચો : New Covid Variant : 75 મ્યૂટેશનની સાથે આવ્યો કોરોનાનો નવો વેરિયન્ટ!



  • Follow us on: