40 વર્ષીય અમરીશએ લાઇસન્સવાળી પિસ્તોલથી આત્મહત્યા કરી. પોલીસ આ મામલાની તપાસ કરી રહી છે.
પોલીસ તપાસ શરુ
ઉત્તર પ્રદેશના ગોરખપુર જિલ્લામાં હાઇ-પ્રોફાઇલ આત્મહત્યાનો કેસ નોંધાયો હતો. જાણીતા ઉદ્યોગપતિ અતુલ શ્રીવાસ્તવના પુત્ર 40 વર્ષીય અમરીશ શ્રીવાસ્તવે પોતાની જાતને ગોળી મારીને આત્મહત્યા કરી હતી. આ ઘટના બાદ પરિવારના સભ્યોમાં અંધાધૂંધી ફેલાઈ હતી. પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ શરુ કરી હતી અને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલ્યો હતો. કેસની તપાસ સઘન કરવા માટે ચક્રો ગતિમાન કર્યા હતા.
SSPએ શું કહ્યુ ?
ઘટનાની માહિતી મળતાં, SSP ડૉ. કૌસ્તુભ અને શહેર પોલીસ અધિક્ષક નિમિષ પાટીલ ઘટનાસ્થળે પહોંચ્યા. પોલીસે ફોરેન્સિક ટીમ સાથે ઘટનાસ્થળેથી પુરાવા એકત્રિત કર્યા. પ્રારંભિક તપાસમાં જાણવા મળ્યું છે કે અમરીશે પોતાની લાઇસન્સવાળી પિસ્તોલથી પોતાને ગોળી મારી હતી, જોકે પોલીસ આત્મહત્યા પાછળના કારણની તપાસ કરી રહી છે. મૃતક, અમરીશ શ્રીવાસ્તવના પિતા, અતુલ શ્રીવાસ્તવ, એક પ્રખ્યાત ઉદ્યોગપતિ છે. તેઓ AK નામથી ટેન્ટ હાઉસનો વ્યવસાય ચલાવે છે.
અન્ય પાસાઓની તપાસ હાથ ધરાઇ
અમરીશ તાજેતરમાં ચિત્રગુપ્ત મંદિરના મહાસચિવ તરીકે ચૂંટાયા હતા. અમરીશે 2012 માં લગ્ન કર્યા હતા અને તેમને બે બાળકો છે. તેના પિતા, અતુલ શ્રીવાસ્તવ, ચિત્રગુપ્ત મંદિરના પ્રમુખ હતા. અમરીશ AK ટેન્ટ નામની કંપની ચલાવતો હતો અને કોન્ટ્રાક્ટર તરીકે પણ કામ કરતો હતો. તેના તંબુઓનો ઉપયોગ અગ્રણી રાજકારણીઓ અને VVIP ના કાર્યક્રમો માટે થતો હતો. આત્મહત્યા પાછળ કોઈ વ્યક્તિગત, પારિવારિક કે નાણાકીય કારણો છે કે કેમ તે જાણવા માટે પોલીસ હવે કોલ ડિટેલ્સ અને અન્ય પાસાઓની તપાસ કરી રહી છે.
આ પણ વાંચોઃ AAPનો સાથ છોડીને Raghav Chadha ભાજપમાં થયા સામેલ, કહ્યું આમ આદમી પાર્ટી ભ્રષ્ટ લોકોના હાથમાં
