પંજાબના લુધિયાણા શહેરમાં આજે દિલ્હી-અમૃતસર નેશનલ હાઇવે પર આવેલા લાડોવાલ ટોલ પ્લાઝા પાસે પોલીસ અને આતંકવાદીઓ વચ્ચે મોટી અથડામણના સમાચાર સામે આવ્યા છે. લુધિયાણાના પોલીસ કમિશનર સ્વપ્ન શર્માએ આ ઘટના અંગે માહિતી આપી હતી. તેમણે જણાવ્યું કે, પોલીસે એક દિવસ પહેલા જ એક ટેરર મોડ્યુલનો ભાંડો ફોડીને ત્રણ લોકોની ધરપકડ કરી હતી. આજે પોલીસને બબ્બર ખાલસા ઇન્ટરનેશનલ (BKI) સંગઠનના બે આતંકીઓ વિશે ગુપ્ત માહિતી મળી હતી, જેઓ પાકિસ્તાની ગુપ્તચર સંસ્થા ISIના ઇશારે કામ કરી રહ્યા હતા.


લુધિયાણામાં હાઈવે પર ગોળીબાર

પોલીસે તુરંત જ લાડોવાલ ટોલ પ્લાઝા પાસે ઘેરાબંધી કરી હતી. આ દરમિયાન પોલીસ અને આતંકીઓ વચ્ચે અથડામણ થઈ હતી, જેમાં બંને શંકાસ્પદ આતંકી ગંભીર રીતે ઘાયલ થયા છે. આ ઘટના બાદ સમગ્ર વિસ્તારમાં હડકંપ મચી ગયો છે અને વિસ્તારને છાજણીમાં તબદીલ કરી દેવામાં આવ્યો છે. પોલીસના ઉચ્ચ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચીને તપાસમાં લાગી ગયા છે. પોલીસનું કહેવું છે કે આ શંકાસ્પદ લોકો પાકિસ્તાની હેન્ડલર્સના ઇશારે કોઈ મોટી વારદાતને અંજામ આપવાની તૈયારી કરી રહ્યા હતા. આ ઘટના બાદ પોલીસ પ્રશાસન સંપૂર્ણપણે એલર્ટ થઈ ગયું છે અને સુરક્ષાના ભાગરૂપે ઠેર-ઠેર ચેકિંગ કરવામાં આવી રહ્યું છે, જેથી આ નેટવર્કના અન્ય સભ્યોને પકડી શકાય.

આ પણ વાંચો : Bhavnagar માં 'કમલમ'નું લોકાર્પણ, ગૃહમંત્રી અમિત શાહે PM મોદીના નેતૃત્વને બિરદાવ્યું, મહારાજાને પ્રેરણારૂપ ગણાવ્યા 

  • Follow us on: