એક કહેવત છે કે, લવ અને વોરમાં બધુ જ બરાબર છે. પ્રેમ અને યુદ્ધમાં લોકો પોતાના લક્ષ્યોને પ્રાપ્ત કરવા માટે કંઈ પણ કરવા તૈયાર હોય છે. ભલે તેને તેના માટે સમાજ કે પરિવારના વિરોધનો સામનો કરવો પડે. કોઈપણ વ્યક્તિ પોતાનો પ્રેમ મેળવવા માટે બીજા વ્યક્તિ સામે જૂઠું બોલી શકે,છેતરપિંડી કરી શકે છે અથવા દુઃખ પહોંચાડી શકે છે. છેલ્લા કેટલાક વર્ષોથી આવું જ જોવા મળી રહ્યું છે. આનો ભોગ તે પતિઓ છે જે ખૂબ આશાઓ સાથે તેમની પ્રેમિકાઓને પત્ની સ્વરૂપે પોતાના ઘરે લાવે છે. ત્યારબાદ આ પ્રેમિ પતિ પોતાના જ ઘરમાં એક ડ્રમમાં પેક કરેલા જોવા મળે છે અથવા હનીમૂન ટ્રીપ પર પહાડોમાં મોતને ભેટે છે.
પતિઓની હત્યા પાછળનું એકમાત્ર કારણ 'અફેર'હતું
મેરઠની મુસ્કાન હોય કે ઇન્દોરની સોનમ હોય તેમના પતિઓની હત્યા પાછળનું એકમાત્ર કારણ 'અફેર'હતું. કેટલાકને લગ્ન પહેલા અફેર હતું તો કેટલાકને લગ્ન પછી અફેર શરૂ થયું હતું. જે નિર્દોષ પતિઓ પોતાના જૂના પ્રેમથી અજાણ હતા તેમને તેમના પ્રેમનું પરિણામ ભોગવવું પડ્યું હતું.તાજેતરમાં જ ઇન્દોરનો રાજા રઘુવંશી હત્યા કેસ ચર્ચામાં હતો. રાજાની પત્ની સોનમ તેને હનીમૂન ટ્રીપ પર લઈ ગઈ હતી અને રાજાની ત્યાં હત્યા કરવામાં આવી હતી.સોનમની ખતરનાક યોજનાને તેના પ્રેમી રાજે અંજામ આપ્યો હતો. જ્યારે મેરઠના સૌરભ રાજપૂતને પહેલા તેની પત્ની મુસ્કાન અને તેના પ્રેમી સાહિલે નિર્દયતાથી મારી નાખ્યોપછી સિમેન્ટથી ભરેલા વાદળી ડ્રમમાં પેક કર્યો હતો.
પાંચ રાજ્યોમાં પતિઓની હત્યાના કુલ 785 કેસ નોંધાયા
આ તો માત્ર બે જ ઘટનાઓ છે જે હાલમાં ચર્ચામાં છે.આવા અસંખ્ય કિસ્સાઓ છે જ્યાં પત્નીઓના અફેરને કારણે પતિઓએ પોતાનો જીવ ગુમાવ્યો છે.ગુનાના આંકડા અને અહેવાલો અનુસાર,છેલ્લા પાંચ વર્ષમાં દેશના પાંચ રાજ્યોમાં પતિઓની હત્યાના કુલ 785 કેસ નોંધાયા છે.આ રાજ્યોમાં મધ્યપ્રદેશ, ઉત્તર પ્રદેશ, બિહાર, રાજસ્થાન અને મહારાષ્ટ્રનો સમાવેશ થાય છે.આ આંકડાએ ઘણા પ્રશ્નો ઉભા કર્યા છે.આમાંના કેટલાક કિસ્સાઓ ખૂબ જ જઘન્ય ઘટનાઓ છે. જેમાં પત્નીઓએ તેમના પતિઓની હત્યાની યોજના બનાવીને તેને અંજામ આપ્યો હતો.
આ 5 રાજ્યોના આંકડા ઘણું કહી જાય છે
ઉત્તર પ્રદેશ: આ એક એવું રાજ્ય છે જ્યાં મોટાભાગની પત્નીઓએ લગ્ન પછીના અફેરને કારણે પોતાના પતિઓને મારી નાખ્યા છે. જો આપણે પાંચ વર્ષના આંકડા જોઈએ તો 275 પતિઓની હત્યા કરવામાં આવી છે.
બિહાર: આવી ઘટનાઓમાં બિહાર બીજા સ્થાને છે.જ્યાં પત્નીઓ દ્વારા પતિઓની હત્યા કરવામાં આવી છે.પાંચ વર્ષમાં બિહારમાં 186 પતિઓની હત્યા કરવામાં આવી છે.
રાજસ્થાન: અહીં છેલ્લા 5 વર્ષમાં પત્નીઓએ 138 પતિઓની હત્યા કરી છે.આ ઘટનાઓ અહીંના ગ્રામીણ વિસ્તારોમાં સૌથી વધુ રહી છે.
મહારાષ્ટ્ર: છેલ્લા પાંચ વર્ષમાં મહારાષ્ટ્રમાં આવા 100 કિસ્સા પ્રકાશમાં આવ્યા છે.
મધ્યપ્રદેશ: છેલ્લા 5 વર્ષમાં 87 કિસ્સાઓ પ્રકાશમાં આવ્યા છે જેમાં પત્નીઓએ તેમના પતિઓની હત્યા કરાવી હતી.