અમદાવાદમાં ગુરુવારે ક્રેશ થયેલા એર ઈન્ડિયાના પ્લેનમાં 242 લોકો હાજર હતા. જેમાંથી 241 લોકોના મોત નિપજ્યા છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી શુક્રવારે સવારે અમદાવાદ પહોંચ્યા અને ઘટનાના સ્થળની મુલાકાત લીધી. આ વચ્ચે એર ઈન્ડિયા તરફથી મોટુ અપડેટ સામે આવ્યું છે. આ ઘટનાથી અસરગ્રસ્ત લોકો માટે હેલ્પ સેન્ટર બનાવવામાં આવ્યું છે. એર ઈન્ડિયાએ સોસિયલ મિડીયા દ્વારા આ ઘટના અંગે જાણકારી આપી છે. 


એર ઈન્ડિયાએ એક્સ પર જણાવ્યું હતું કે એર ઈન્ડિયાએ અમદાવાદ, મુંબઈ, દિલ્હી અને ગેટવિક એરપોર્ટ્સ પર ફ્રેન્ડ્સ અને ફેમિલી અસિસ્ટન્ટ સેન્ટર બનાવ્યું છે. ફ્લાઈટ A/171ના લોકોના પરિવારના મેમ્બરો અહીંથી મદદ લઈ શકશે. આ સેન્ટર અમદાવાદના પરિવારોના મેમ્બરોને સુવિધા પ્રદાન કરશે. 

 

એર ઈન્ડિયા ફ્લાઈટમાં હતા 242 પેસેન્જર

 એર ઈન્ડિયાના બોઈંગ 787-8 ડ્રીમલાઈનરવ પ્લેન અમદાવાદ એરપોર્ટથી ઉડાણ ભર્યા બાદ તરત જ દુર્ઘટનાનો શિકાર બન્યું હતુ. જેમાં બેસેલા 241 લોકોના મૃત્યુ નિપજ્યા છે. લંડન જઈ રહેલું આ વિમાન એાઈ-171, બી. જે. મેડિકલ કોલેજ પાસે જઈને પડ્યું હતું.  



  • Follow us on: