બોઇંગ પોતાના ડ્રીમલાઇન વિમાનને દુનિયાભરમાં વેંચી રહી છે. પરંતુ તેની ખામીઓ પર સતત પડદો નાંખવામાં આવી રહ્યો છે. ગયા વર્ષે જ કંપનીના એક એન્જિનયરે તમામ ખામીઓ અંગે ખુલાસો કર્યો હતો. ડ્રીમલાઇનરની 11 ખામીઓ, કેટલીય વખત તપાસ કરવામાં આવી બોઇંગના ડ્રીમલાઇનર વિમાનમાં સાથે તમામ ટેક્નિકલ ખામીઓ સામે આવી હતી.
બોઇંગના ડ્રીમલાઇનર વિમાનમાં ખામીઓ
એર ઇન્ડિયાનું અમદાવાદમાં ક્રેશ થયેલું વિમાન જે કંપનીનું છે તેમાં ઘણી સમસ્યાઓ સામે આવી છે. ડ્રીમલાઇનર વિમાનને બનાવનાર કંપની ભલે પોતાની આધુનિક ટેક્નિકની વાતો કરતી હોય પણ સત્ય એ છે કે તેમાં ઘણી ખામીઓ રહેલી છે. અને તેનો ભોગ મુસાફરો અને ક્રૂ મેંમર બને છે. તેના કંપનીના એન્જિનયરે આ ખામીઓ દર્શાવી હતી. ડ્રીમલાઇનર 787 વિમાનના નિર્માણમાં શોર્ટ કટ અપનાવવામાં આવી રહ્યુ છે. જે જોખમ પેદા કરી શકે છે.
બોંઈગની ખામીને કારણે બનેલી દુર્ઘટનાઓ
જેજુ એર ક્રેશ (2024)
મૃત્યુ - 179
એરક્રાફ્ટ - બોઈંગ 737
..................................................................
કાલિકટ (2020)
મૃત્યુ - 21
એરક્રાફ્ટ - બોંઈગ 737
..................................................................
લાયન એર ક્રેશ (2018)
મૃત્યુ - 189
એરક્રાફ્ટ - બોઈંગ 737 MAX 8
..............................................................................
ઈથોપિયન એરલાઈન્સ ક્રેશ (2019)
મૃત્યુ -157
એરક્રાફ્ટ - બોઈંગ 737 MAX 8
......................................................................................................................
એર ઈન્ડિયાના બોંઈગ વિમાનમાં જ દુર્ઘટના કેમ બની?
બોંઈગ વિમાનની તપાસમાં મેન્યુવરિંગ કેરેક્ટિસ્ટિક આગમેન્ટેશન સિસ્ટમ (MCAS) સાથે જોડાયેલી એક સમસ્યા સામે આવી છે. આ સિસ્ટમમાં મેન્યુઅલી લેન્ડિંગ પરની નિર્ભરતા ઓછી થઈ જાય છે. પાયલોટને આ બાબતમાં વધારે માહિતી આપવામાં આવી નહોતી. બોઈંગ એન્જીનિયર સેમ સાલેબપુરનું કહેવું છે કે 787 ના કેટલાક ભાગોને સરખી રીતે જોઈન્ટ કરવામાં આવ્યા નહોતા. જેનાથી વિમાનની સંરચનામાં અનિશ્ચિતતા હતી. કર્મચારીોએ પ્લેનના બે ભાગને જબરદસ્તી જોઈન્ટ કર્યા હતા. 2020થી જ આ વિમાનમાં અકસ્માતનું એલર્ટ હતું.
2024માં એન્જીનિયરે આપ્યું હતું એલર્ટ
બોઈંગ વિમ્નાનને લઈને અમેરિકાના એન્જીનિયર સેમ સાલેહપોરે 2024માં જ એલર્ટ આપ્યુું હતું. તેમમએ FAAની સામે એક ફરિયાદ દાખલ કરી હતી. જેમાં 787 ડ્રીમ લાઈનર અને 777 મોડલના નિર્માણમાં ગંભીર ખામીઓ હોવાનો આરોપ લગાવ્યો હતો. તેમણે દાવો કર્યો હતો કે બોઈંગના ઉત્પાદનમાં શોર્ટકટ વાપરીને ઉતાવળ થઈ રહી છે અને વિમાનના મુખ્ય ભાગને બનાવવામાં અને જોડવામાં લાપરવાહી કરવામાં આવી છે. જેથી વિમાનની સુરક્ષાને લઈને મોટુ એલર્ટ છે.
9000થી વધુ લોકોના જીવ ગયા
એક સરકારી આંકડાઓ પ્રમાણે બોંઈગ વિમાનથી દુનિયાભરમાં 6000 દુર્ઘટનાઓ બની છે, જેમાં 415 ગંભીર દુર્ઘટનાઓમાં 9000થી વધુ લોકોના મોત થયા છે. દુનિયામાં હજારો પેસેન્જર વિમાનોમાં ઓછામાં ઓછા 4000થી વધુ બોઈંગ વિમાન 737-800 છે.
બોંઈગની ખામીને કારણે બનેલી દુર્ઘટનાઓ
જેજુ એર ક્રેશ (2024)
મૃત્યુ - 179
એરક્રાફ્ટ - બોઈંગ 737
..................................................................
કાલિકટ (2020)
મૃત્યુ - 21
એરક્રાફ્ટ - બોંઈગ 737
..................................................................
લાયન એર ક્રેશ (2018)
મૃત્યુ - 189
એરક્રાફ્ટ - બોઈંગ 737 MAX 8
..............................................................................
ઈથોપિયન એરલાઈન્સ ક્રેશ (2019)
મૃત્યુ -157
એરક્રાફ્ટ - બોઈંગ 737 MAX 8













