વિમાન દુર્ઘટનામાં સુરતના બે યુવકોના મોત થયા છે, અને સુરતના 35 વર્ષિય અંકિત છોડવડિયાનું મોત થયું છે, અંકિત લંડનમાં B.Pharmનો અભ્યાસ કરતો હતો અને વેકેશન હોવાથી પરિવારને મળવા સુરત આવ્યો હતો, આ ઘટનામાં 26 વર્ષિય જયેશ ગોંડલિયાનું પણ મોત થયું છે, જયેશ સ્ટુડન્ટ વિઝા પર 7 વર્ષથી લંડનમાં રહેતો હતો.
AAIB દુર્ઘટનાની સંપૂર્ણ તપાસ કરશે
અમદાવાદ પ્લેન કેશની ઘટનાની તપાસ એરક્રાફટ એક્સિડન્ટ ઇન્વેસ્ટિગેશન બ્યુરો કરશે એવી માહિતી એક અધિકારીએ આપી છે. અધિકારીએ મુજબ AAIBના ડિરેક્ટર જનરલ અને એજન્સીના ડિરેક્ટર ઓફ ઇન્વેસ્ટિગેશન સહિત અન્ય લોકો અમદાવાદ આવશે અને તપાસ કરશે.અમદાવાદના સરદાર વલ્લભભાઈ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પરથી બપોરે 1.38 વાગે ટેક ઓફ થયું હતું અને 1.40 વાગે દુર્ઘટના સર્જાઈ હતી. આ પ્લેન ક્રેશની દુર્ઘટના શા માટે ઘટી? શું કોઈ ટેકનિકલ ખામી સર્જાઈ હતી? કે પછી બીજું કાઈ કારણ હતું. તે તમામ સત્ય જાણવા AAIB તપાસ હાથ ધરશે. હવે મળતી માહિતી મુજબ, આ ક્રેશની ઘટનાની તપાસ AAIB કરશે એવી માહિતી એક અધિકારીએ આપી છે. અધિકારીએ જણાવ્યું હતું કે, AAIBના ડિરેક્ટર જનરલ અને એજન્સીના ડિરેકટર ઓફ ઇન્વેસ્ટિગેશન સહિત અન્ય લોકો અમદાવાદ જવા રવાના થશે.
ચાર જેટલી બિલ્ડીંગમાં આગ લાગી હતી
ભર બપોરે સિવિલ નજીક ફલાઈટ ક્રેશ થવાના પગલે ભારે અફરાતફરીનો માહોલ જોવા મળ્યો હતો. મેસ અને અત્યુલ્યમ બિલ્ડીંગમાં પ્લેન અથડાયા ચાર જેટલી બિલ્ડીંગમાં આગ લાગી હતી. જેના પગલે લોકો જીવ બચાવવા ચોથા માળેથી કૂધ્ધા હોવાનું સામે આવ્યુ છે. જેમાં તેઓ ઈજાગ્રસ્ત થતા ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે પહોચ્યા હતા.મેસમાં પ્લેન ક્રેશ થતા ઉપરથી કાટમાળ પડતા રસ્તો બંધ થઈ જતા જેસીબીથી દિવાલ તોડવાની ફરજ પડી હતી મેસ કેન્ટીનની છત પર પ્લેન અથડાયુ હતુ. જેથી તેનો કાટમાળ નીચે પડયો હતો. જેથી અંદર જવા આવાનો રસ્તો બંધ થઈ ગયો હતો.