અમદાવાદમાં વિમાન દુર્ઘટનામાં હિંમતનગરની યુવતીનું મોત થયું છે અને પાયલ ખટીક નામની યુવતીનું દુર્ઘટનામાં મોત થયું છે, પાયલ ખટીક ખાનગી કંપનીમાં કરતી હતી નોકરી અને કંપની તરફથી પાયલને લંડન મોકલવામાં આવી હતી અને પાયલ ખટીક પહેલીવાર વિમાનમાં બેઠી હતી અને પાયલ ખટીકના પિતા હિંમતનગરમાં રીક્ષા ચલાવે છે.


વિમાન દુર્ઘટનામાં ખેડાના રૂપલબેન પટેલનું મોત

ખેડાના રહેવાસી રૂપલ પટેલનું પણ પ્લેન દુર્ઘટનામાં મોત થયું છે, ઉત્તરસંડાના રુપલબેન પટેલ લંડન જઇ રહ્યાં હતા અને મેડિકલ સારવાર માટે 15 દિવસ ભારત આવ્યા હતા, રુપલબેન ઉત્તરસંડામાં ભાઇને ઘરે રોકાયા હતા અને રુપલબેન પટેલ 3 બાળકો સાથે 15 વર્ષથી લંડન રહે છે બીજી તરફ રુપલબેનની ઓળખ માટે ભાઇનું DNA સેમ્પલ લેવાયું છે.

DNA સેમ્પલ માટેની વ્યવસ્થા કરવામાં આવી : અમિત શાહ ધારાસભ્ય એલિસબ્રિજ

બીજી તરફ સિવિલ હોસ્પિટલમાં પણ નેતાઓ પહોંચી રહ્યાં છે, એલિસબ્રિજ વિધાનસભાના ધારાસભ્ય અમિત શાહનું કહેવું છે કે, બીજે મેડિકલ કોલેજમાં DNA સેમ્પલ માટેની વ્યવસ્થા કરવામાં આવી છે, જે લોકો DNA મેચ કરાવવા આવે તેની વ્યવસ્થા માટે ભાજપના ધારાસભ્યો ગોઠવાયા છે, 185 બ્લડ સેમ્પલ DNA માટે લેવાયા છે અને બાકીના સેમ્પલ માટે રાહ જોવાઈ રહી છે, ચાર થી પાંચ ડોક્ટરની ટીમ અને પેરા મેડિકલ સ્ટાફ સેમ્પલ લેવા માટે તૈનાત છે. 

  • Follow us on: