અમદાવાદ વિમાન દુર્ઘટનામાં 265 લોકોના મોત થયા છે અને આજે સવારે PM મોદી 8.30 કલાકે અમદાવાદ એરપોર્ટ પહોંચશે અને PM મોદી વિમાન દુર્ઘટના સ્થળની મુલાકાત લેશે સાથે સાથે પીએમ સિવિલ હોસ્પિટલમાં ઇજાગ્રસ્તોને મળશે અને મૃતકોના પરિવારજનો સાથે મુલાકાત કરી શકે છે, દુર્ઘટનાને લઇને PM મોદી કરશે સમીક્ષા બેઠક.
ઉચ્ચ અધિકારીઓ સાથે હર્ષ સંઘવીએ કરી સમીક્ષા
ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ સુરક્ષા સમીક્ષા કરી હતી અને ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક પણ યોજી હતી, DGP, CP અને રત્નાકર સાથે સુરક્ષા અંગે સમીક્ષા કરાઈ રહી છે. હાલમાં સિવિલ હોસ્પિટલમાં પ્લેન ક્રેશની દુર્ઘટનામાં ઘાયલ થયેલા 50 દર્દીઓની સારવાર ચાલી રહી છે. થોડા સમય પહેલા જ ગૃહપ્રધાન અમિત શાહ દિલ્હીથી અમદાવાદ આવ્યા અને દુર્ઘટનાસ્થળે નિરીક્ષણ કર્યા બાદ સિવિલ હોસ્પિટલમાં દર્દીઓની મુલાકાત લીધી અને ત્યારબાદ ઉચ્ચ અધિકારીઓ સાથે અને મુખ્યપ્રધાન સાથે આ મામલે બેઠક પણ કરી છે.
એવિએશન વિભાગે તપાસ ચાલુ કરી દીધી : અમિત શાહ
વધુમાં કેન્દ્રીય ગૃહપ્રધાને કહ્યું કે આ દુર્ઘટનાથી સમગ્ર દેશ શોકમાં છે. તમામ દેશવાસીઓ મૃતકના પરિવારજનો સાથે આ દુ:ખના સમયમાં સાથે છે. પ્લેન દુર્ઘટનાના સમાચાર 10 મિનિટમાં કેન્દ્ર સરકાર પાસે પહોંચ્યા હતા. દુર્ઘટના બાદ તમામ વિભાગો એક સાથે બચાવ કામગીરીમાં લાગી ગયા હતા. આ પ્લેનમાં 230 મુસાફર, 12 ક્રૂ - મેમ્બર સવાર હતા. જો કે સદનસીબે આ દુર્ઘટનામાં 1 મુસાફરનો જીવ બચ્યો છે. DNAએ બાદ મોતનો આંકડો સામે આવશે. વિમાનમાં સવા લાખ લિટર ઈંધણ હતું. આગ, ગરમીના કારણે બચાવવાનો સમય ન મળ્યો. અમિત શાહે વધુમાં કહ્યું કે મોટા ભાગના મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા છે. પરિવારના DNA મેળવવાની કામગીરી ચાલુ છે. મૃતદેહની ઓળખ માટે DNA લેવાયા છે, 1000 જેટલા DNA ગુજરાતમાં જ થશે. રિવ્યુ બેઠકમાં બધી ચર્ચા કરવામાં આવી છે. એવિએશન વિભાગે તપાસ ચાલુ કરી દીધી