અમદાવાદમાં પ્લેન ક્રેશ થઈને પ્લેન બિલ્ડિંગમાં અથડાયું હતું. રહેણાંક વિસ્તારમાં એર ઈન્ડિયાનું પ્લેન ક્રેશ થતા નાસભાગ મચી હતી. 2 કિ.મી દૂર સુધી ધુમાડાના ગોટેગોટા દેખાયા હતા. એર ઇન્ડિયાનું એરબસ AI171 દુર્ઘટનાગ્રસ્ત થતા નાસ ભાગ મચી હતી. આ પ્લેનમાં 242 મુસાફરો સવાર હતા.


અગાઉ આ પ્લેનમાં ખામી સર્જાતા ફ્લાઈટ રદ કરી હતી

અગાઉ એર ઇન્ડિયાના આ પ્લેનમાં ખામી સર્જાતા મુસાફરોને બે કલાક બેસાડી રાખ્યા બાદ ફ્લાઈટ રદ કરી દેવામાં આવી હતી. જેના પગલે લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. આ અંગે વધુ વિગતો એવી છે કે એર ઇન્ડિયાનું AI 171 પ્લેન અમદાવાદથી બપોરે 1:10ના રવાના થતું હોય છે. આ ફ્લાઈટ માટે લોકો 3 કલાક અગાઉ પહોંચી ગયા હતા. પરંતુ મુસાફરોને બે કલાક સુધી ફ્લાઈટમાં બેસાડી રાખવામાં આવ્યા હતા. ફ્લાઈટ ક્યારે ઉપડશે તેનો મુસાફરોને સંતોષકારક જવાબ પણ આપ્યો ન હતો. મુસાફરોના જણાવ્યા પ્રમાણે એર ઇન્ડિયા વર્ષો જૂના એરક્રાફ્ટનો ઉપયોગ કરી રહ્યું હોવાથી અવાર નવાર ખામીઓથી ફ્લાઈટ કેન્સલ થઈ રહી છે. જેના કારણે લોકોનો કિંમતી સમય વેડફાતો હોય છે.

ફ્લાઈટમાં લોકોને હાલાકીનો સામનો કરવો પડ્યો

પ્લેન દુર્ઘટનાગ્રસ્ત થયું ત્યારે 322 કિમીની સ્પીડ હતી. એર ઈન્ડિયાએ સત્તાવાર માહિતી આપી છે. પ્લેન 191 મીટર ઉંચે ઉડી રહ્યું હતું. દિલ્હીથી આવેલી આ ફ્લાઈટમાં અમદાવાદ આવેલા લોકોના જણાવ્યા પ્રમાણે ફ્લાઈટમાં એસી પણ ચાલતું ન હતું. લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો હતો. અગાઉ દસ દિવસ પહેલા પ્લેનમાં ખામી સર્જાતા ફ્લાઈટ રદ કરવામાં આવી હતી. ફ્લાઈમાં અગાઉ ખામી સર્જાય હતી છતા ફ્લાઈટને ચાલું રાખવામાં આવી.


  • Follow us on: