અમદાવાદની પ્લેન ક્રેશની ઘટનામાં મોટી સંખ્યામાં મુસાફરોના મોત થયા છે. અમદાવાદમાં આવેલ રાજપથના ડિરેક્ટર દિલીપ પટેલ અને તેમના પત્ની મીના પટેલનું મોત થયું છે. એર ઈન્ડિયા પ્લેન દુર્ઘટનામાં આ દંપતીનું મોત થયું છે. આ પ્લેન ક્રેશની ઘટનામાં ગુજરાતના અલગ અલગ જિલ્લાના લોક સામેલ છે. અમદાવાદથી લંડન જઈ રહેલા વિમાનને ટેકઓફ કર્યા પછી થોડીવારમાં જ અકસ્માત થયો. બંને પતિ-પત્ની દીકરીને મળવા માટે લંડન જઈ રહ્યા હતા.


રાજપથના ડિરેક્ટર દિલીપ પટેલનું નિધન

એર ઈન્ડિયાનું પ્લેન બી.જે. મેડિકલ કોલેજની હોસ્ટેલમાં આવેલ મેસમાં આ પ્લેન ક્રેશ થયું હતું. વિજય રૂપાણી તેમની દીકરીને મળવા લંડન જઈ રહ્યા હતા. તે દરમિયાન અમદાવદમાં પ્લેન ક્રેશ થવાની ઘટના બનતા ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રીનું નિધન થયું છે. જૂનાગઢનું ચણાકા વિજય રૂપાણીનું પૈતૃક ગામ છે જેમાં શોકનો માહોલ છવાયો છે. વિજય રૂપાણીએ કરેલા કામોથી ચણાકાના ગ્રામજનો પ્રભાવિત છે.

પત્ની સાથે લંડન જઈ રહ્યા હતા

રાજપથના ડિરેક્ટર દિલીપ પટેલ પત્ની સાથે લંડન જવા નીકળ્યા હતા. પ્લેન ક્રેશમાં થતા બંનેના મોત થયા છે. બંનેના મોતના સમાચારથી પરિવામાં શોકનો માહોલ છવાયો છે. અમદાવદમાં બનેલી આ ઘટનાથી દેશ ભરમાં શોકનો માહોલ છવાયો છે.

  • Follow us on: